________________
પૂ. ગુરુદેવ પુસ્તકના માધ્યમથી વાણીરૂપે આપણી વચ્ચે પાછા આવ્યા છે, તેવો અનુભવ થયો.
- સા. વીરદનાશી
સાબરમતી
પૂ. ગુરુદેવની વાણી એટલે તત્ત્વજ્ઞાનની સરવાણી.
• સા. વાત્સલ્યનિધિશ્રી
સાબરમતી
વિરલ વ્યક્તિત્વ ધરાવતા મહાત્માના સ્વમુખે બોલાયેલા શુભ શબ્દો આ પુસ્તકમાં છે.
- સા. વિનયનિધિશ્રી
સાબરમતી
શંખેશ્વર દાદાના જાપથી રોગ, શોક, દરિદ્રતા વગેરે દૂર થઈ જાય છે, તેમ ગુરુદેવના વંદનથી અનંતાનંત આત્માઓને શાંતિનો અનુભવ થાય છે.
- સા. ધનંજયાશ્રી
અમદાવાદ
જેમ જેમ પુસ્તકને વાંચતી ગઈ તેમ તેમ પૂજ્યશ્રીની આંતર સમૃદ્ધિનો પરિચય થતો ગયો.
- સા. મોક્ષરત્નાશ્રી
નવસારી
ગંગાના પાણીની નીચે રહેલા રેતીના કણ... કણ... કદાચ ગણી શકાય, પણ ગુરુમૈયા રૂપ ગંગાની વાણીમાં વહેતા વહેણમાંથી નીકળતા ગુણ-મોતીને વીણવા અસમર્થ એવી હું મોતીને કેવી રીતે વીણું?
- સા. મબીરનાશ્રી
નવસારી
પ૯૮
*
*
*
*
*
*
*
* * * કહે