________________
પૂજ્યશ્રીની વાચના પાલિતાણામાં સાંભળી હતી અને એ જ વાચનાને જયારે શબ્દસ્થ અને પુસ્તકસ્થ રૂપે “કહે કલાપૂર્ણસૂરિ'માં વાંચી ત્યારે ભૂખ્યા જનને ભોજન મળે, તરસ્યાને પાણી મળે ને જે આનંદ થાય એનાથી અધિક આનંદ થયો છે.
- સા. જિજ્ઞશાશ્રી
ફતેહગઢ
આ પુસ્તક હવે અમારા માટે આગમ જેટલું મહત્ત્વ ધરાવનાર બન્યું છે.
- સા. વિકમેન્દ્રાશ્રી
સાબરમતી
પુસ્તક મુકવાનું મન જ થતું નથી.
- સા. પિયદનાશ્રી
સાબરમતી
પૂજ્યશ્રીની વાણી એ સાચા પાણીદાર મોતી જેવી છે.
રાગયશાશ્રી સાબરમતી
આ પુસ્તક મળ્યું ત્યારે તે કોહીનૂર હીરો હશે તેનો મને અંદાજ ન હતો.
- સા. પ્રશીલયશાશ્રી
સાબરમતી
જેમને દુનિયા પરમેશ્વર સ્વરૂપ માનતી હતી, તેવા ઉપકારી પૂ. ગુરુદેવના સ્વમુખે ફરમાવેલી પરમાત્માની વાણીને આ પુસ્તકમાં કડારવામાં આવી છે.
- સા. વિશ્વનંદિતાશ્રી
સાબરમતી
કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * * * ૫૯૦