________________
અનંત કરૂણા કરનાર વીરપ્રભુના મુખમાંથી નીકળેલ વાણીને ગણધરોએ દ્વાદશાંગી રૂપે ગુંથી તેમ જિનશાસનના અજોડ રત્ન સમાન આપણા પૂ. ગુરુદેવના મુખમાંથી વરસતી અમીવર્ષારૂપ વાણીને આપ બંધુ બેલડીએ ગણધરોની જેમ ગુંથી અને સમગ્ર સાધુ-સાધ્વીજી આદિ અનેક આત્માઓને આત્મ- સન્મુખ બનવામાં અદ્ભુત એવા પુસ્તકો દ્વારા પીયૂષપાન કરાવ્યું, તે બદલ અમે આપના ઘણા જ ઋણી છીએ.
- સા. કાવ્યગુણાશ્રી
પાલનપુર
પૂજયશ્રીના વચનામૃતો મંત્રાક્ષરો બની મારા જીવનને અજવાળે, એવી જ પૂ. ગુરુદેવશ્રી પાસેની મારી માંગણી છે.
- સા. ભોદયાશ્રી
સાબરમતી
ભવ-અટવીમાં ભટકવાનું અટકાવવા આ પુસ્તકે સર્ચ લાઈટ બતાવી છે.
- સા. દેવાનંદાશ્રી
પાલિતાણા
આ પુસ્તક તો હૃદયના તાર ઝણઝણાવી નાંખ્યા છે.
- સા. દિવ્યગિરાથી
પાલિતાણા
અમારૂં તો જીવન ધન્ય ધન્ય બની ગયું છે.
- સા. અમિતપ્રજ્ઞાશ્રી
અમદાવાદ
કહે કલાપૂર્ણસૂરિ' પુસ્તક હાથમાં આવતા મન મયૂર નાચી ઉઠે છે.
- સા. અનંતરિણાશ્રી
અમદાવાદ
૫૯૯
* * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧