________________
ભૂકંપનું પુસ્તક વાંચ્યું. રૂંવાડા ખડા થઈ જાય તેવો ચિતાર છે. આપશ્રીએ ખૂબ જ જહેમત ઊઠાવીને ધારદાર, કરુણ, હૃદય પીગળી જાય, હાડ થીજી જાય એવું લખાણ કર્યું છે.
- મુનિ હિરણ્યબોધિવિજય
વિક્રોલી, મુંબઈ
આપનું પુસ્તક (ભૂકંપમાં ભ્રમણ) લગભગ અડધું વંચાયું છે. દેખાવે સુંદર પુસ્તક એક દસ્તાવેજની ગરજ સારે તેવું છે. પણ આપે ફક્ત આપની જૈન કોમની જ પરવા કરવા માટે ભ્રમણ કર્યું હોય એવી છાપ પડી. એક સાધુની આવી કોમવાદી સંકુચિત દષ્ટિ ગમી નહિ. આટલી મારી નાખુશી નમ્રતાપૂર્વક જણાવું છું. જૈન ન હોવા છતાં જૈન ધર્મ અને જૈન સાધુઓ પ્રત્યે અપાર માન છે.
- કલ્પેન્દ્ર
મુંબઈ
ભૂકંપનું પુસ્તક વાંચ્યું. વાંચતાં આંખમાંથી પાણી આવી ગયા.
- મુનિ સંવેગવર્ધનવિજય
| વિક્રોલી, મુંબઈ
સાર્થ શબ્દાવલી પુસ્તકમાં તમોએ ખૂબ જ સારી મહેનત અને અનુપમ શ્રુત-ભક્તિ કરીને અભ્યાસી વર્ગને શબ્દ-રત્નની અમૂલ્ય પેટી ભેટ આપી છે.
- ચન્દ્રોદયસૂરિ, કનકશેખરસૂરિ
વડાલા, મુંબઈ
“ભૂકંપમાં ભ્રમણ' પુસ્તક ઘણું કરુણ છે. વાંચતાં આંખમાં આંસુ આવી જાય. તમે ત્યાં વિચરીને સારો પ્રયત્ન કર્યો.
- આ. નuભસૂરિ
'कहे कलापूर्णसूरि' गुजराती पुस्तक पढते अत्यंत आनंद हो रहा है, पूज्यश्री के हृदय की बातें जानने मिल रही है, इसका हिन्दी अनुवाद भी प्रकाशित हो रहा है, जान कर खुशी हुई।
- राजमल सिंघी
जयपुर
પ૯૪
* * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧