________________
બધી ઈન્દ્રિયો સ્વ-ઈષ્ટ પદાર્થો મળતાં રાજી થાય છે. એ બધો સ્વાદ આપણે ચાખ્યો છે, પણ આત્માના સુખને સ્વાદ કદી જ ચાખ્યો નથી. આથી જ સિદ્ધોના સુખની આપણે કલ્પના પણ કરી શકતા નથી. આપણે તો આસક્તિને સુખ માની લીધું છે, જે ખરેખર દુઃખ જ છે. વધારે આસક્તિ કરીએ તેમ વધુને વધુ ચીકણા કર્મ બંધાય છે, તે સાવ જ ભૂલી ગયા છીએ.
માટે જ સાધક આસ્વાદ લીધા વિના ભોજન કરે. સાપ જેમ બિલમાં જાય તેમ મુખમાં કોળીયો જાય. ચામાં મીઠું છે કે સાકર ? તેવી તેને ખબર ન પડે, એટલી અંતર્મુખતા હોય.
ઈન્દ્રિયોના બધા જ સુખો (ત્રણે કાળના સુખો) એકઠા કરીને અનંત વર્ગ કરવામાં આવે તો પણ સિદ્ધના અનંતવર્ગહીન એક આત્મપ્રદેશના સુખની તુલનામાં ન આવે. સંસારનું કૃત્રિમ સુખ છે. આ સહજ છે. એ જ મોટો ફરક છે.
આવું સુખ સાંભળવાથી ફાયદો શો ? આથી આપણી અંદર જ આવું સુખ પડેલું છે એવું જણાય ને તેથી તે મેળવવાની તીવ્ર રુચિ પેદા થાય, આ જ મોટો ફાયદો.
કર્તા કારણ કાર્ય નિજ પરિણામિકભાવ, જ્ઞાતા લાયક ભોગ્ય ભોક્તા શુદ્ધ સ્વભાવ; ગ્રાહક રક્ષણ વ્યાપક તન્મયતાએ લીન, પૂરણ આત્મ ધર્મ પ્રકાશ ૨સે લયલીન. | ૪૦ છે.
સિદ્ધો શુદ્ધ સ્વભાવના ભોક્તા હોય છે. પ્રકાશ રસમાં લયલીન હોય છે.
સિદ્ધોએ ત્યાં કરવાનું શું ? વૈશેષિક દર્શન મુક્તને જડ માને છે. આની ઠેકડી ઉડાડતાં કોઈએ કહ્યું છે :
વૃંદાવનમાં શિયાળ થવું સારું, પણ વૈશેષિકની મુક્તિ સારી નહિ.'
જૈન દર્શનની મુક્તિ આવી જડ નથી. ત્યાં અભાવ નથી, પણ આત્મશક્તિઓનો સંપૂર્ણ ઊઘાડ છે. ત્યાં જડતા નથી, પણ પૂર્ણ ચૈતન્યની પરાકાષ્ઠા છે.
કહે કલાપૂર્ણસૂરિ-૧ * *
*
*
*
*
*
*
*
*
*
* *
૫૮૯