________________
અવિરતિ જતાં છઠું ગુણઠાણું મળે, સર્વવિરતિનો આનંદ
મળે.
પ્રમાદ જતાં ૭મું અપ્રમત્ત ગુણસ્થાનક મળે . વર્ષોલ્લાસનો આનંદ મળે.
કષાય જતાં વીતરાગતા (બારમું ગુણસ્થાનકો મળે. વીતરાગતા મળતાં સર્વજ્ઞતા (તેરમું ગુણઠાણું) મળે. યોગ જતાં અયોગી ગુણઠાણું મળે. આખરે મોક્ષ મળે.
શ્રદ્ધાની ખામી હોય તો સમ્યગ દર્શન ન મળે. જિજ્ઞાસાની ખામી હોય તો સમ્યગ્ર જ્ઞાન ન મળે. સ્થિરતાની ખામી હોય તો સમ્યફ ચારિત્ર ન મળે. અનાસક્તિની ખામી હોય તો સમ્યફ તપ ન મળે. ઉલ્લાસની ખામી હોય તો તે વીર્ય ન મળે.
વર્યાચાર ન હોય તો એકેય આચાર પાળી શકાય નહિ. વીર્ય બધે જ અનુસૂત છે. માટે જ બીજા ચાર આચારના ભેદો જ વીર્યના ભેદો મનાય છે.
જિહાં એક સિદ્ધાત્મા તિહાં છે અનંતા, અવન્ના અગંધા નહિ ફાસમંતા; આત્મગુણ પૂર્ણતાવંત સંતા, નિરાબાધ અત્યંત સુખાસ્વાદવંતા.” | ૩૯ .
આપણે એક ઓરડીમાં મર્યાદિત સંખ્યામાં જ રહી શકીએ, પણ સિદ્ધો જ્યાં એક છે ત્યાં અનંતા રહેલા છે. કારણ કે તેઓ અરૂપી છે. વર્ણ – ગંધ - રસ – સ્પર્શ વગેરેથી રહિત છે.
નામકર્મે આપણને એવા ઢાંકી દીધા છે કે વર્ણાદિથી પર અવસ્થાની કલ્પના જ નથી આવતી.
માણસની આસક્તિ શરીરથી પણ આગળ વધીને વસ્ત્ર, ઘરેણા અને મકાન સુધી પહોંચી ગઈ છે. એની સુંદરતામાં પોતાની સુંદરતા માને છે. અનામી અરૂપી આત્માને શરીર સાથે પણ લાગે વળગે નહિ તો વસ્ત્ર કે મકાનની તો વાત જ શી કરવી ?
૫૮૮
*
*
*
*
*
*
*
*
*
* * *
કહે