________________
દ્રવ્યથી એક ચેતન અલેશી, ક્ષેત્રથી જે અસંખ્ય પ્રદેશી; ઉત્પાત-નાશ-પ્રુવ કાલ ધર્મ, શુદ્ધ ઉપયોગ ગુણ ભાવ શર્મ. ૪૧ | દ્રવ્યથી એક ચેતન લેક્ષારહિત છે. ક્ષેત્રથી આત્મા અસંખ્ય પ્રદેશવાળો છે. કાળથી ઉત્પાદ - વ્યય - ધ્રૌવ્ય યુક્ત છે. ભાવથી શુદ્ધ ઉપયોગમાં ૨મણ કરનાર છે. પ્રશ્ન : આત્મામાં ઉત્પાદ - વ્યય - ધ્રૌવ્ય શી રીતે ઘટે ?
ઉત્તર : આત્મામાં અભિનવ પર્યાયની ઉત્પત્તિ થાય છે. પૂર્વ પર્યાયનો નાશ થાય છે અને જ્ઞાનાદિથી ભરપૂર આત્મા ધ્રુવ (શાશ્વત છે).
નિશ્ચયથી આપણું રહેઠાણ આપણો આત્મા જ છે. સ્થાન માટે ઝગડા થવાની સંભાવના ઊભી થાય ત્યારે આ વાસ્તવિકતા યાદ કરજો.
સાદિ અનંત અવિનાશી અપ્રયાસી પરિણામ, ઉપાદાન-ગુણ તેહિજ કારણ-કાર્ય-ધામ; શુદ્ધ નિક્ષેપ ચતુષ્ટય જુત્તો રસ્તો પૂર્ણાનંદ, કેવલનાણી જાણે જેહના ગુણનો છંદ. || ૪૨ છે. એહવી શુદ્ધ સિદ્ધતા કરણ ઈહા, ઈન્દ્રિય સુખથકી જે નિરીહા; પગલી ભાવના જે અસંગી, તે મુનિ શુદ્ધ પરમાર્થ રંગી. || ૪૩ ..
આવી શુદ્ધ સિદ્ધતા મારી ક્યારે પ્રગટે ? એવી રુચિ જાગે, તો આપણી સાધના સાચી. એ રુચિ માટે જેમને ઈન્દ્રિયોના સુખ પર નિઃસ્પૃહતા અને, પૌગલિક ભાવોથી વેગળાપણું હોય, તે જ મુનિ સાચા અર્થમાં મુનિ છે.
સ્યાદાદ આતમસત્તા રુચિ સમકિત તેહ, આત્મ ધર્મનો ભાસન, નિર્મલ જ્ઞાની જેહ; આતમ રમણી ચરણી ધ્યાની આતમલીન, આતમ ધર્મ ૨મ્યો તેણે ભવ્ય સદા સુખ પીન. || ૪૪ છે.
૫૯૦
*
* *
*
*
*
* *
* *
* # કહે