________________
યદા નિર્વિકલ્પી થયો શુદ્ધ બ્રહ્મ, તદા અનુભવે શુદ્ધ આનંદ શર્મ ભેદ રત્નત્રયી તીક્ષ્ણતાયે, અભેદ રત્નત્રયી મેં સમાયે.' ૩પ .
યોગી નિર્વિકલ્પી થાય છે ત્યારે શુદ્ધ આનંદનું સુખ અનુભવે છે. પહેલા જ્ઞાનાદિ અલગ અલગ હતા, એક-બીજાને સહાયક બનતા હતા, હવે એક થઈ જાય છે.
દર્શન જ્ઞાન ચરણ ગુણ સમ્યગ્ એક-એક હેતુ,
સ્વ સ્વ હેતુ થયા સમ કાલે તેહ અભેદતા ખેત; પૂર્ણ સ્વજાતિ સમાધિ ઘનઘાતી દલ છિન્ન, ક્ષાયિકભાવે પ્રગટે આતમ-ધર્મ વિભિન્ન. || ૩૬ !!
અત્યાર સુધી દર્શનાદિ એકેકના હેતુ હતા. હવે બધા એક સાથે અભેદના હેતુ બને છે.
પછી યોગ રુંધી થયો તે અયોગી, ભાવ શૈલેશતા અચલ અભંગી; પંચ લઘુ અક્ષરે કાર્યકારી, ભવોપગ્રાહી કર્મ-સંતતિ વિદારી. ૩૦ |
યોગનો રોધ કરી અયોગી ગુણસ્થાનકે મેરુ જેવી અડોલ સ્થિતિ પ્રાપ્ત કરી, માત્ર પાંચ હુસ્તાક્ષર કાળમાં તે આત્મા ૧૪મું ગુણઠાણું પૂર્ણ કરી સિદ્ધશિલાએ જઈ બિરાજે છે.
સમશ્રેણે સમયે પહોતા જે લોકાંત, અફસમાણ ગતિ નિર્મળ ચેતનભાવ મહાત; ચરમ ત્રિભાગ વિહીન પ્રમાણે જસુ અવગાહ, આત્મપ્રદેશ અરૂપ અખંડાનંદ અબાહ. I ૩૮ છે.
આ બધી ગાથાઓનો અર્થ સાવ જ સહેલો છે, કહેવાની પણ જરૂર નથી. પણ તે જીવનમાં લાવવો ખૂબ જ મુશ્કેલ છે. એના માટે કેટલાય જન્મો જોઈએ. એ મેળવવા જ આ બધો પ્રયત્ન છે.
૫૮૬
*
*
*
*
*
*
*
*
*
*
* કહે