________________
પછી યોગી બળવાન બને છે. આત્મસંપત્તિનો ભોક્તા બને છે. બીજી વળગેલી પ્રકૃતિઓને પણ તે ખેરવી નાખે છે.
ચેતનાનો સ્વભાવ વ્યાપક બનવાનો છે. ગુલાબજાંબુ ખાતી વખતે તેના સ્વાદમાં પણ વ્યાપક બને ને શાંતરસમયી મૂર્તિમાં પણ વ્યાપક બને.
ચેતના ક્યાં પરોવવી તે આપણે વિચારવાનું છે. ધર્મધ્યાન ઇકતાનમેં ધ્યાવે અરિહા સિદ્ધ, તે પરિણતિથી પ્રગટી તાત્વિક સહજ સમૃદ્ધ; સ્વ સ્વરૂપ એકત્વે તન્મય ગુણ પર્યાય, ધ્યાને ધ્યાતાં નિર્મોહીને વિકલ્પ જાય.’ | ૩૪
દાદરા ચડ્યા પછી જ ઉપરના માળે જઈ શકાય તેમ ધર્મધ્યાન પછી જ શુક્લધ્યાન થઈ શકે.
શુક્લધ્યાનના બે પાયામાં ધર્મધ્યાનનો પણ અંશ હોય છે, તે ભૂલવા જેવું નથી.
નિર્વિકલ્પમાં જતાં પહેલા શુભ વિકલ્પનો સહારો લેવો જ પડે. જો શુભ વિકલ્પનો સહારો ન લઈએ તો અશુભ વિકલ્પો આવી જ જવાના. માટે જ હું જેવું તેવું વાંચવાની ના પાડું છું.
જે કાંઈ પણ વાંચીએ - વિચારીએ તેના પુદ્ગલો આપણી આસપાસ ઘૂમતા જ રહે છે. તેની પક્કડમાં આપણે તરત જ આવી જઈએ. જે જે વાંચીએ, વિચારીએ, અવગાહીએ તે બધાના સંસ્કારો આપણી અંદર પડવાના જ.
• સવિકલ્પ અને નિર્વિકલ્પ - બે પ્રકારની સમાધિ છે.
નિર્વિકલ્પ : પોતાનું ઘર છે. સવિકલ્પ : મિત્રનું ઘર છે. અશુભ વિકલ્પ : શત્રુનું ઘર છે.
શત્રુના ઘરમાં શું થાય તે તમે સમજી શકો છો. શત્રુનું ઘર સમૃદ્ધ થાય તેવું કોઈ કરે ? અશુભ વિકલ્પો વધે તેવું વાંચનાદિ કરતાં આપણે શત્રુનું ઘર તો સમૃદ્ધ નથી કરતા ને ?
*
*
* *
*
*
*
*
*
*
* *
૫૮૫