________________
જિનાજ્ઞા પણ ત્રણ કાર્યથી પરખાય. (૧) નવા કર્મોને રોકે - સંવર. (૨) અશુભ કર્મોને તોડે - નિર્જરા. (૩) શુભ કર્મ બંધાય - પુણ્ય. એ ત્રણેનું ફળ પરમપદ - મોક્ષ મળે.
જ ધર્મ કેવળ ક્રિયાપક નથી, પણ ભાવપરક છે. ગુણ - સ્થાનકોની ગણત્રી ભાવથી થાય છે, ક્રિયાથી નહિ. વેપારમાં નફો મુખ્ય હોય છે તેમ ધર્મમાં ભાવ મુખ્ય છે. વેપારમાં બધા પદાર્થોમાં ભાવ (કિંમત) મુખ્ય છે. એક K.G. લાડુ ૧૫ રૂ.માં મળે અને ૧ તોલો સોનું પાંચ હજારમાં મળે.
કઈ વસ્તુ કેટલા ભાવમાં વેચો છો, તેની વેપારમાં કિંમત છે. ભાવની વધ-ઘટ પર નફો-નુકશાન આધારિત છે.
અહીં ધર્મમાં પણ ભાવ મુખ્ય છે.
જીવત્વ બધામાં સમાન હોવા છતાં ભવ્ય, અભવ્ય, દુર્ભવ્ય વગેરે ભેદો ભાવના કારણે પડે છે.
ધર્મ ભાવનાશીલ વ્યક્તિને જ લાગુ પડે.
વરસાદ પડે, પણ ફાયદો કઈ ધરતીને થાય ? જેમાં બીજ વવાયેલા હોય તેને. અહીં પણ ભાવ, બીજના સ્થાને છે.
ભાવ અને અધ્યાત્મ બંને એક જ છે. દાનાદિ ત્રણને ભાવ યુક્ત બનાવવા તે જ અધ્યાત્મ.
નામ અધ્યાતમ ઠવણ અધ્યાતમ, દ્રવ્ય અધ્યાતમ છંડો રે; ભાવ અધ્યાતમ નિજ ગુણ સાધે, તો તેહશું રઢ મંડો રે.”
ભાવને ઉત્પન્ન કરનારા હોય તો નામ વગેરે અને દાન વગેરે પણ ઉપાદેય છે, એ પણ ભૂલવું નહિ.
ભાવ કેવો હોય ? (૧) સર્વ જીવો પ્રતિ મૈત્રી યુક્ત... (૨) ગુણી તરફ પ્રમોદ મુક્ત... (૩) દુ:ખી જીવો પ્રતિ કરુણા યુક્ત.. (૪) નિર્ગુણી જીવો પ્રતિ માધ્યચ્ય યુક્ત હોય.. પછી શુભ આજ્ઞાયોગ આવે, તે પરમપદનું અવંધ્યા
૫૦૦
#
#
#
#
#
#
#
#
#
#
#
#
૧
* કહે કલાપૂર્ણસૂરિ-૧