________________
પરિણામ શું આવ્યું ? મહાવીરના ભવમાં કાનમાં ખીલાની વેદના અનુભવવી પડી.
અધ્યાત્મ ગીતા : જ્ઞાનની તીક્ષ્ણતા ચરણ તેહ, જ્ઞાન એકત્વતા ધ્યાન ગેહ; યદા આત્મ તાદાભ્યતા પૂર્ણભાવે, સદા નિર્મળાનંદ સંપૂર્ણ પાવે.’ || ૨૩ /
હિંસામાં જીવનું દુઃખ જાણે છે છતાં બચાવી શકતો નથી, તેનું દુઃખ સમ્યફ્તીને હોય છે, માટે જ તે દુઃખી હોય છે.
તલવાર તીક્ષ્ણ હોય તો કામ લાગે. જ્ઞાન તીક્ષ્ણ હોય તો ધ્યાન થઈ શકે. ધ્યાન તીક્ષ્ણ હોય તો સ્વભાવ - રમણતા થઈ શકે.
બજારમાં માલ લેવા રોકડું નાણું જોઈએ તેમ અહીં પણ રોકડું જ્ઞાન જોઈએ. ઉધાર જ્ઞાન ન ચાલે. યુદ્ધના મોરચે શસ્ત્રાગારમાં રહેલી તોપ કામ ન લાગે, હાજર હોય તે જ શસ્ત્ર કામ લાગે. પુસ્તકમાં કે નોટોમાં રહેલું જ્ઞાન કામ ન લાગે. જીવનમાં ઊતારેલું જ્ઞાન જ કામ લાગે. એ જ ચારિત્ર છે, એ જ ધ્યાનનું ઘર છે. - જ્યારે પણ તમે નિર્મળાનંદ પામવા ચાહતા હો ત્યારે જ્ઞાન તીક્ષ્ણ બનાવવું જ પડશે.
ભગવાનના દર્શન માત્રથી મનના બધા સંતાપ, અપ્રસન્નતા અને સંક્ષિતા વગેરે પ્રશાન્ત થઈ જાય, એવા પરમ તત્ત્વ ઉપરની શ્રદ્ધાને દઢ કરનાર આ પુસ્તક છે.
સા. જિનાંકિતાશ્રી
અમદાવાદ
૫૬૨
*
* *
* *
*
*
* *
* *
* * કહે.