________________
અવાજન મન-, શાંત (કચ્છ), વિ. ૨૦ષક
કારતક સુદ ૮ ૧૬-૧૧-૧૯૯૯ મંગળવાર
૪. થર્મોમીટરથી જણાતી ગરમી અંદરના તાવને જણાવે તેમ બહાર વ્યક્ત થતા રાગ-દ્વેષાદિ ભાવો અંદરના કર્મ-રોગને જણાવે છે. અધ્યાત્મયોગ વિના આ કર્મરોગ જાય તેમ નથી.
હોટલમાં જઈને ઓર્ડર વધુ ને વધુ આપતા જાવ તેમ વધુ ને વધુ બીલ ચડતું જાય, પુગલનો ભોગવટો વધુ ને વધુ કરતા જઈએ તેમ તેમ તેનું બીલ વધતું જાય.
- ગ્રંથિ-ભેદ થાય ત્યારે માત્ર પ્રભુ જ નહિ, જગતના સર્વ જીવો પણ પૂર્ણ દેખાય, સિદ્ધના સાધર્મિકો લાગે. જ્ઞાનસારના પહેલા અષ્ટકમાં આ જ વાત સમજાવી છે. આવો સાધક અનંતકાય કેમ ખાઈ શકે ? એકેક જીવમાં તેને પૂર્ણતા દેખાય.
એક જીવનું તમે અપમાન કરો છો. એટલે આખરે તમે તમારું જ અપમાન કરો છો, એ વાત સમજવી રહી, ત્રિપૃષ્ઠ શધ્યાપાલકનું અપમાન કર્યું, કાનમાં સીસાનો રસ રેડાવ્યો,
કહે કલાપૂર્ણસૂરિ-૧
* * *
* * * * *
* * * ૫૬૧