________________
ભગવાનના વિરહમાં તો આગમની કિંમત અનેકગણી વધી
જાય.
અમને આગમ ન મળ્યા હોત તો અમે શું કરત? ચૂંટણી પ્રચારકોની જેમ માત્ર ભાષણ આપત, જેમાં સ્વપ્રશંસા અને પરનિદા સિવાય કશું ન હોય.
અપેક્ષાએ મૂર્તિથી પણ આગમ ચડીયાતા છે. આ મૂર્તિ પૂજ્ય છે, એવું બતાવનાર પણ આગમ જ છે.
આંખ અને પગ બંનેમાં કિંમતી કોણ ? આંખ. પગ ચાલવાનું, મહેનતનું કામ કરે છે, આંખ આરામથી ઉપર બેઠી છે, ખાસ કાંઈ કામ કરતી જણાતી નથી, છતાં આંખ જ મૂલ્યવાન ગણાય, પગને કાંટા, વિષ્ઠા, જીવહિંસા આદિથી બચાવનાર આંખ છે.
પગ = ક્રિયા. આંખ = જ્ઞાન.
માટે જ ઉપાધ્યાય યશોવિજયજીએ જ્ઞાનસારમાં જ્ઞાન વગરની ક્રિયા અને ક્રિયા વગરના જ્ઞાન વચ્ચે ખજુઓ અને સૂર્ય જેટલો ફરક બતાવ્યો છે.
જ્ઞાનની આરાધનાથી કેટલો લાભ ? જ્ઞાનની વિરાધનાથી કેટલો ગેરલાભ ?
તે આપણે વરદત્ત અને ગુણમંજરીની કથાથી ઘણીવાર સાંભળી ચૂક્યા છીએ.
વરદત્તે પૂર્વના આચાર્યના ભવમાં વાચના આદિ બંધ કરીને અને ગુણમંજરીએ સુંદરીના ભવમાં પુત્રોને અભણ રાખીને પુસ્તકાદિ જલાવીને જ્ઞાનાવરણીય કર્મ બાંધેલું.
બંને મૂંગા જમ્યા.
જ્ઞાનપંચમીની આરાધનાથી બંને સુખી થયા. આપણે પણ જ્ઞાનની વિરાધના કરી - કરીને ઘણીવાર વરદત્ત અને ગુણમંજરી જેવા જડ અને મૂંગા બન્યા હોઈશું. પણ પછીનો ઉત્તરાર્ધ આપણા જીવનમાં નહિ ઘટ્યો હોય, જ્ઞાનપંચમીની આરાધનાથી આપણે લાભાન્વિત નહિ બન્યા હોઈએ. જો તેમ થયું હોત તો આજે આપણી આવી હાલત ન હોત !
પપ૦.
*
*
*
*
* *
*
* *
* * કહે