________________
જ્ઞાનનું ફલ વિરતિ મળે ત્યારે તે જ્ઞાન સફળ બને. જડથી આપણને ભિન્ન બનાવનાર જ્ઞાન છે. જ્ઞાન જીવનો ભાવપ્રાણ છે.
દ્રવ્ય પ્રાણ ચાલ્યા જાય, અહીં જ રહી જાય, ભાવપ્રાણ સાથે જ રહે. ભાવ પ્રાણ ન હોય તો દ્રવ્ય પ્રાણની કોઈ કિંમત નથી. મડદું જુઓ. તેમાં દ્રવ્ય પ્રાણ છે, પણ ભાવ પ્રાણ નથી. મડદાની કોઈ કિંમત નથી.
નામ આ શરીરનું છે. વળી એ કલ્પિત છે. આત્મા તો અનામી છે. નામ માત્ર ઓળખાણ અને વ્યવહાર માટે છે. એ સિવાય બીજી કોઈ ઉપયોગિતા નથી. નામ લક્ષ્મીચંદ હોય ને લક્ષ્મી ન હોય એવું બને. નામ જીવણલાલ હોય ને મૃત્યુ પથારીએ પડેલા હોય એવું બને. નામ ઈશ્વર હોય ને સાવ કિંગાળ હોય, એવું બને. એવું ચારે બાજુ આપણે જોઈએ પણ છીએ છતાં આ નામ માટે કેટલી માથાકૂટ કરીએ છીએ ? લગભગ અર્ધી જીંદગી તો આપણે આ નશ્વર નામને અમર કરવા પાછળ ખર્ચી દઈએ છીએ.
સમ્યગૂ જ્ઞાન આપણને શીખવે છે : આ નામ અને રૂપનો મોહ છોડ. અનામી અને અરૂપી પ્રભુને સેવ.
- જ્ઞાન વગરનો માણસ પશુ કહેવાયો છે. પશુથી માણસને ભિન્ન કરનાર જ્ઞાન છે.
જ્ઞાનની ઉત્કૃષ્ટ આરાધના કરી માણસ પોતાની અંદર રહેલ દિવ્યતા ખીલવી શકે છે. જ્ઞાનથી દૂર રહીને તે પશુતામાં પણ સરી શકે છે.
પહેલા બાળકો ભણવા જતાં પહેલા સરસ્વતીની પૂજા કરતા.
સરસ્વતીનો અહીં કોઈ વિરોધ નથી. એને આપણે “શ્રુતદેવતા” કહીએ છીએ. રોજ પ્રતિક્રમણાદિમાં આપણે શ્રુતદેવતાનું સ્મરણ કરીએ છીએ.
શ્રુતદેવતા એટલે આગમ. ભગવાન જેટલી જ કિંમત આગમની ગણાય.
કહે ?
|
_
<
*
*
*
*
*
*
*
*
* નો
૫૪૯