________________
भीलडीयाजी (गुजरात) तीर्थे सामूहिक जाप,
એ વિસં. ૨૦૪૪, પાન
જ્ઞાનપંચમી ૧૩-૧૧-૧૯૯૯, શનિવાર : વ્યાખ્યાન
- માનવ ભવ પંચેન્દ્રિય - પરિપૂર્ણતા વગેરે ખૂબ - ખૂબ આપણને મળ્યું છે, પણ એના સદુપયોગની કળા ગુરુ પાસેથી ન મેળવી તો બધું નિરર્થક છે.
* જૈનકુળમાં જન્મ્યા એટલે ઓઘથી પણ નવકાર ગણવા, દર્શન-પૂજાથે જવું, વ્યાખ્યાનમાં જવું વગેરે સ્વાભાવિક રીતે મળી જ જાય.
જ પ્રભાવનાના લોભે પણ પૂજાદિ અર્થે જવાનું થાય. અમે પોતે પ્રભાવનાના લોભ જતા. પ્રભાવનામાં ગરબડની બીકે તે બંધ ન કરાય. પૂ. નેમિસૂરિના ફલોદી - ચાતુર્માસ વખતે ગરબડના કારણે પ્રભાવના બંધ રાખવામાં આવી, પણ પૂ. નેમિસૂરિજીએ હાક મારીને ફરી શરૂ કરાવેલી.
- આજે જ્ઞાન-પંચમી છે.
જ્ઞાનમાં પ્રમાદ કરીએ તો જ્ઞાનકુશીલ કહેવાઈએ. એ પ્રમાણે બીજે પણ દર્શન – કુશીલાદિ પણ સમજવા.
પાંચ પ્રહર સ્વાધ્યાય આદિ ન કરીએ તો જ્ઞાનકુશીલનું વિશેષણ મળી જાય.
૫૪૮
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧