________________
પદ્મપુર નગરમાં ચર્તજ્ઞાની અજિતસેનાચા દેશનામાં જ્ઞાનપ્રધાન દેશના આપી : બધી ક્રિયાનું મૂળ શ્રદ્ધા છે, ભક્તિ છે.
શ્રદ્ધાનું મૂળ પણ જ્ઞાન છે.
ઈત્યાદિ દેશના સાંભળીને વરદત્તના પિતા રાજાએ વરદત્તના મૂંગાપણા અંગે તથા ગુણમંજરીના પિતાએ ગુણમંજરીના મૂંગાપણા અંગે પ્રશ્ન પૂછ્યા. આચાર્ય ભગવંતે બંનેના પૂર્વભવ કહ્યા, જ્ઞાનાવરણીય કર્મ કઈ રીતે બાંધ્યું, તે બધું સમજાવ્યું.
સાચી માતા ભણાવવા માટે કાળજી રાખે.
ગુણમંજરીના જીવે સુંદરીના ભવમાં અધ્યાપકની અવહીલના કરી. પુત્રોને ભણતરથી છોડાવી દીધા. પાટી – પુસ્તક આદિ સળગાવી દીધા. આથી ભયંકર જ્ઞાનાવરણીય કર્મ બાંધ્યું.
મોટા થયા પછી છોકરાઓને કોઈ કન્યા ન આપતાં ખીજાયેલા પતિએ પત્ની સુંદરીનો ઊધડો લીધો. સુંદરી પણ ગાંજી જાય તેવી નહોતી : છોકરી માની, છોકરા બાપના ગણાય. છોકરાની જવાબદારી તમારી ગણાય. મને શાના દબડાવો છો ? તમે મૂરખ ને તમારા છોકરા પણ મૂરખ. તમે મૂરખ હો તો છોકરા ક્યાંથી વિદ્વાન બને ? આખરે ઓલાદ તો તમારી જ ને ?'
ઈત્યાદિ સાંભળવાથી ગુસ્સે ભરાયેલા પતિએ તેના પર સ્લેટ ફેંકી. માથામાં જોરથી વાગતાં તે મરી ગઈ.
એ જ સુંદરી આજે ગુણમંજરી બની છે.
શ્રીપુર નગર – વાસુદેવ શેઠ - બે પુત્ર : વાસુસાર અને વાસુદત્ત. મુનિસુંદરસૂરિના પરિચયથી બંનેએ દીક્ષા લીધી.
નાનાભાઈ હોંશિયાર હતા. ભણી-ગણીને આચાર્ય બન્યા. વાચનાદિમાં કુશલ બન્યા. મોટાભાઈમાં ખાસ બુદ્ધિ નહોતી. પણ મોટા આચાર્યો પણ કેવા ભૂલે છે ? તે જોવા જેવું છે. માટે જ પ્રતિક્ષણ સાવધાની મોટા સાધકને પણ જરૂરી હોય છે.
એક વખતે આચાર્યશ્રી સંથાર્યા. એ જ વખતે એક શિષ્ય
કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * * * પપ૧