________________
'कटोरे में शराब भरी है तो क्या हुआ ?
आखिर तो वह कटोरा सोने का है न ?'
આપણો જીવ સોનાનો કટોરો છે. આજે ભલે એમાં શરાબ હોય, પણ એમાં કાલે અમૃત આવશે, એમ જ્ઞાનીઓ જોઈ રહ્યા છે.
• પંચવસ્તકમાંથી હું બધું જ નથી કહેતો, જરૂરી વાતો જ કરું છું.
ગુરુ, ગચ્છ, વસતિ, સંસર્ગ, ભક્ત, ઉપકરણ, તપ, વિચાર, ભાવના, કથા આ સ્થાનોમાં મુનિ પ્રયત્ન કરે.
કૃપા કરીને ગુરુએ પાંચ ચિંતામણિ જેવા પાંચ મહાવ્રતો આપ્યા, તેનું કેમ રક્ષણ કરવું ? અને કેમ સંવર્ધન કરવું ? તે આપણે જોવાનું છે.
જ્ઞાતા ધર્મકથામાં પેલી ૪ પુત્રવધુઓ જેવા ૪ પ્રકારના જીવો હોય છે.
(૧) કેટલાક ખોઈ નાખનારા (ઉજિઝકા) (૨) કેટલાક ખાઈ જનારા (ભક્ષિકા) (૩) કેટલાક રક્ષા કરનારા (રક્ષિકા) (૪) કેટલાક સંવર્ધન કરનારા (રોહિણી) આપણો નંબર શામાં ? હવે કમસે કમ આટલું કરજો :
જેના પણ તમે શિષ્ય બન્યા છો, તે (ગુરુ) તમારા માટે પસ્તાય નહિ : “આવાને ક્યાં દીક્ષા આપી ?'
સંવર્ધન ન થાય તો કાંઈ નહિ, કમ સે કમ સુરક્ષા તો કરજો. “રોહિણી' જેવા બનવા કદાચ પુય જોઈએ, પણ રક્ષિકા' બનવામાં તો પુરુષાર્થ જોઈએ, જે સ્વાધીન છે.
- લક્ષ્મીનાશના કારણો : ખોવાઈ જાય, લુંટાઈ જાય, ઘરનો મોભી ચાલ્યો જાય,
દા.ત. મોતીશા શેઠના ગયા પછી ખેમચંદ શેઠની હાલત છેલ્લે ગરીબ જેવી થઈ ગઈ હતી !
મોતીશા શેઠના ચીન જતા વહાણ પાછળ ચાંચીયાઓ પડ્યા.
કહે
#
#
#
#
#
#
#
#
# #
# # # ૫૪૫