________________
શેઠે સમાચાર સાંભળી માનતા કરી : આમાંથી વહાણ બચી જાય ને જેટલો નફો થાય તે સુકૃત માર્ગે વાપરવો. ૧૨ લાખનો નફો થયો. તેમાંથી કુંતાસરની ખાઈ પૂરાવી મોતીશા શેઠની ટૂંકનું નિર્માણ થયું.
ભાદરવા સુદ ૩ના મોતીશાનું મૃત્યુ થયું પણ તે પહેલા પ્રતિષ્ઠાનું મુહૂર્ત કઢાવી લીધેલું ને ધામધૂમથી પ્રતિષ્ઠા કરવા પુત્રને કહેલું.
પાલીતાણામાં કુંભસ્થાપનાના દિવસે ખેમચંદની માતા દીવાળીબેનનું મૃત્યુ થયું. છતાં પ્રતિષ્ઠા ધામધૂમથી થઈ.
અપલક્ષણવાળું ઘર, (અગાઉ દાસ – દાસી – ઢોર આદિ પણ સુલક્ષણા હોય તો જ રખાતા) અપલક્ષણા, અભિમંત્રિત વસ્ત્ર, કુષ્ઠરોગી આદિથી વાસિત ઉપકરણોનો પરિભોગ, અજીર્ણ પર વારંવાર ભોજન કરવાથી થયેલી બિમારી પાછળ ખર્ચ, વારંવાર બિમારી પાછળ ખર્ચ, પ્રતિકૂળ વિચાર અને રાજા આદિની ટીકાત્મક વાણી, (રાજા ગુસ્સે થઈને દેશવટો આપે) અશુભ અધ્યવસાય (ગુસ્સાના વિચારથી પણ લક્ષ્મી જાય) અયોગ્ય સ્થાને રહેવું, રાજય વિરુદ્ધ કથા કહેવી.
ઈત્યાદિ કારણસર મહાન શ્રીમંતો પણ દરિદ્ર બની જતા હોય છે. એનાથી વિપરીત કારણોથી રંક પણ શ્રીમંત બની જતા હોય છે. આપણી પાસે પણ આત્યંતર ચારિત્ર સંપત્તિ છે. તે લુંટાઈ ન જાય તેની તકેદારી રાખવાની છે.
ગુરુ, ગચ્છ આદિ ચારિત્ર ધનની વૃદ્ધિ કરનારા પરિબળો
છે.
અધ્યાત્મ ગીતા : “ગુરુ યોગથી બહુલ જીવ, કોઈ વળી સહજથી થઈ સજીવ; આત્મશક્તિ કરી ગ્રંથિ ભેદી, ભેદજ્ઞાની થયો આત્મવેદી. | ૧૯ .
વિદ્યા હોઠે જોઈએ. પૈસા ખીસામાં જોઈએ. ઉધાર પૈસાથી માલ ન મળે. ઉધાર જ્ઞાન સાધનામાં કામ ન લાગે. માટે જ કહું છું : આ અધ્યાત્મ ગીતા કંઠસ્થ કરજો.
૫૪૬
*
*
*
*
*
* * * કહે
* કહે કલાપૂર્ણસૂરિ-૧