________________
મન્ન િવિજ્ઞાદિ. બીજાને આપજો. Tહાર્દિ યુઠ્ઠિMાદિ.. મહાન ગુણોથી વૃદ્ધિ પામજો. નિત્થારપાર હો .. સંસારથી પાર ઉતરજો.
પ્રદક્ષિણા આપતી વખતે શિષ્યના સંચાર પરથી ગુરુ તેનું ભાવિ જુએ. એના ડગલા કઈ તરફ જાય છે ? તે પરથી ભવિષ્ય જાણી શકાય.
વડી દીક્ષા પછી પણ પરિણત હોય તો જ માંડલીમાં પ્રવેશ આપી શકાય. નહિ તો નહિ જ.
વ્રત – પાલનના નિયમો :
વ્રત તો આપ્યા, પણ વ્રતનું રક્ષણ શી રીતે કરવું ? એ પણ મહત્ત્વની વાત છે. દીકરાને દુકાન તો સોંપી, પણ સોંપ્યા પછી કઈ રીતે તેને સંભાળવી ? એ પણ શીખવવું પડે.
ગમન, શયન, આસન, આહાર, સ્પંડિલ, સમિતિ, ભાવના, ગુપ્તિ, ચૈત્ય ઈત્યાદિ સાધુ - વ્યવહાર અંગે ગુરુ વ્યવસ્થિત સમજાવે.
અધ્યાત્મ ગીતા :
બીજાના પ્રાણ બચાવવા દયા કહેવાય, તેમ તેના ગુણો બચાવવા પણ મહાન દયા કહેવાય.
દા.ત. કોઈ આવેશના કારણે આપઘાત કરવા જતો હોય તો તેને સમજાવવો : ભલા માણસ ! આવું કરાય ? આ જીવન વેડફી દેવા માટે છે ? એના આવેશને ઊતારવો પણ ભાવ દયા છે.
આ બધી હિતશિક્ષા ભાવધર્મની રક્ષા માટે જ છે. હૃદય કોમળ રહે તે માટે જ છે.
આવેશમાં રહીએ, માયા-પ્રપંચ કરીએ, આસક્તિ રાખીએ તો સમજી લેવું : આપણે આપણા જ ભાવપ્રાણોની હત્યા કરી રહ્યા છીએ.
ભગવાને કહ્યું છે : “આત્મગુણોની રક્ષા કરો' પણ, કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * * * પ૪૧