________________
'कहे कलापूर्णसूरि-३'(गुजराती) पुस्तक का विमोचन,
વીણા, વિસં. ૨૦૬૭
કારતક સુદ ૩ ૧૧-૧૧-૧૯૯૯, ગુરુવાર
ગ્રહણ – આસેવન – શિક્ષાથી તૈયાર કરીને શિષ્યને ગુરુ વડી દીક્ષા આપે.
શ્રાવકકુળમાં જન્મેલા જ દીક્ષા લે એવું નથી, જૈનેતર બ્રાહ્મણાદિ પણ દીક્ષા લઈ શકે. એમને પૃથ્વી આદિમાં પણ ચૈતન્ય છે, એવી શ્રદ્ધા કરાવીને પછી વડી દીક્ષા આપે. એ માટે વનસ્પતિ આદિમાં જીવત્વની સિદ્ધિ તર્કબદ્ધ રીતે સમજાવે.
(૧) પત્થર ખાણમાં ખોદ્યા પછી વધે છે. (૨) દેડકાની જેમ પાણી અંદરથી ફુટે છે. (૩) અગ્નિ લાકડારૂપ ખોરાકથી વધે છે. (૪) વાયુ કોઈથી નહિ પ્રેરાયેલો રહે છે. (૫) વનસ્પતિ વધે છે, ફરી ઊગે છે, વૃદ્ધ થાય છે, મરે છે. આ બધું સમજાવીને તેમાં જીવત્વની સિદ્ધિ કરે. વડીદીક્ષા વખતે હિતશિક્ષા આપતાં ગુરુ કહે :
શીખેલું સમ્યગુ ધારણ કરજો...
પ૪૦
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧