________________
આપણી શક્તિઓ પુગલમાં લગાવીને આપણે પરનો જ વિસ્તાર કર્યો છે. ગુણનો વિકાસ જ સ્વ-વિસ્તાર કહેવાય. આત્મ-ગુણ વિના ભવોભવ ભટકવાનું જ છે.
ભવ-ભ્રમણના ફેરાબંધ કરવા હોય તો ગુણ મેળવવા પડશે.
મમતા દોષ છે. સમતા ગુણ છે. આ સમજાય છે ? જાણવા છતાં મમતા વધારતા રહીએ તો શું કહેવાય ? મૂચ્છ આવી ત્યાં મમતા આવશે. મમતાથી સમાધિ ડહોળાશે.
બધા જ દોષોએ ગુણોને અટકાવી મૂક્યા છે. જ્યાં ગુણ રહી શકે, ત્યાં જ દોષો રહે છે. આત્મપ્રદેશોની જગ્યા એટલી જ છે. જે જે દોષ છે, તેણે તેણે ગુણની જગ્યા દબાવી દીધી છે, એમ માનજો. | દોષોની કેબિનેટ આપણી અંદર જામેલી છે. એ જે નક્કી કરે છે, તેમાં આપણે સહી કરતા રહીએ છીએ.
આત્માની કર્તુત્વ – ભોસ્તૃત્વ – ગ્રાહક – રક્ષક શક્તિઓ આજે ક્યાં પ્રવર્તી રહી છે ? તે જાણો છો ?
શક્તિ ઉલ્ટી ચાલે છે માટે જ આપણે જે તે વસ્તુ ભેગી કરતા રહીએ છીએ. આપણે બાળક જેવા છીએ. ચમકતા કાંકરાને પણ સંઘરવા લાગી જઈએ છીએ.
આથી જ સંસાર વધી રહ્યો છે. શશિકાન્તભાઈ :
સંસારને નહિ, શાસનને લીલુંછમ રાખવા આશીર્વાદ માંગજો. ૨૦મી સદીનું છેલ્લું દીપોત્સવી પર્વ છે. ગુરુ પાસેથી ન માંગો, પણ હું શાસનને શું આપી શકું એમ છું, એમ વિચારજો. | દીપોત્સવી પર્વમાં સંકલ્પ કરજો :
૬ અબજની વસતિમાં જૈનો માત્ર એક ક્રોડ જ છે. એ વસતિ પણ ઘટતી જાય છે. આપણા પર બહુ મોટી જવાબદારી છે. હું
એક નાનકડી ચીઠ્ઠી લખીને સંકલ્પ લખજો. મિશન એક્ટ બનાવો.
- તમારા આ જીવનનું ધ્યેય શું છે ? એ લખીને જણાવો. તમારા સંકલ્પને પૂર્ણ કરવા પ્રકૃતિ મદદ કરવા આવી પહોંચશે. આ પ્રકૃતિનો નિયમ છે.
કહે :
#
#
#
#
#
#
#
#
#
#
# ૫૩૧