________________
નિગમ - સંગ્રહનો ઉધારવાદ વ્યવહારમાં ન ચાલે. વ્યવહાર કહે છે : અત્યારે તમે કેવા છો ? તે જુઓ. તમે સિદ્ધસ્વરૂપી છો, એવી વાતો અહીં નહિ ચાલે. તમે કર્મસહિત છો, એ વાસ્તવિકતા સ્વીકારો. આને જ આત્મસંપ્રેક્ષણ યોગ કહેવાય.
“કર્મસત્તાથી હું દબાયેલો છું.” એમ પોતાની સ્થિતિ જોવી તે આત્મ સંપ્રેક્ષણ છે.
| કઈ વ્યક્તિ કે વસ્તુ પર રાગ, દ્વેષ કે મોહ વધુ છે ? એવી વિચારણા આત્મસંપ્રેક્ષણ છે. તેથી એનું નિવારણ કરવા આપણે કટિબદ્ધ બની શકીએ.
| ઋજુસૂટા વર્તમાનમાં સ્થિર બનાવે છે. ભાવિમાં મહાવિદેહમાં જન્મ લઈને હું આમ કરીશ, તેમ કરીશ, તે બાલિશ વાતો છે. વર્તમાનમાં મળ્યું છે તેનો ઉપયોગ નથી કરતા તો ભાવિમાં શું કરશો ?
ઋજુસૂત્ર વર્તમાનગ્રાહી છે.
શબ્દનય આત્મસંપત્તિને પ્રગટાવવાની અભિલાષાવાળાને સિદ્ધ માને. સમભિરૂઢ કેવળજ્ઞાનીને અને એવંભૂત અષ્ટ કર્મમુક્ત સિદ્ધને સિદ્ધ માને.
- જયાં સુધી એવંભૂત નય ન કહે ત્યાં સુધી આપણે સાધના ચાલુ રાખવાની છે. ૦ ગુપ્તિ એટલે અશુભથી નિવૃત્તિ અને શુભમાં પ્રવૃત્તિ.
મૌન એટલે માત્ર ન બોલવું એવું નથી. એવું તો ઝાડ વગેરેમાં પણ છે. પુદ્ગલોમાં પ્રવૃત્તિ ન કરવી તે ખરું
મૌન.
કાયાથી પુદ્ગલોમાં પ્રવૃત્તિ ન કરવી તે કાયાનું મૌન. વચનથી પુદ્ગલોમાં પ્રવૃત્તિ ન કરવી તે વચનનું મૌન. મનથી પુદ્ગલોમાં પ્રવૃત્તિ ન કરવી તે મનનું મૌન. આતમગુણ આવરણે ન ગ્રહે આત્મધર્મ, ગ્રાહક શક્તિ પ્રયોગે જોડે પુગલ શર્મ; પરલોભે, પરભોગને, યોગે થાયે પર-કર્તાર, એહ અનાદિ પ્રવર્તે, વાધે પર વિસ્તાર.” ૧૪ |
પ૩૦
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧