________________
ઘટનાપૂર્ણસૂરિ ૐ'( ગુગરાતી) પુસ્તક ના વિમોચન, દોમાં, વિ.સં. ૨૦૭ PER SE S
આસો વદ ૦))
૦૮-૧૧-૧૯૯૯, સોમવાર : પંચવસ્તુક
જહાજમાં બેસાડીને ઇષ્ટસ્થાને પહોંચાડે તેનો કેટલો ઉપકાર માનીએ ? એથી પણ અનંત ઉપકાર તીર્થંકરોનો છે, જેમણે આપણને તીર્થના જહાજમાં બેસાડ્યા છે.
જહાજનો માલિક ભલે ગેરહાજર હોય, પણ જહાજનું કામ ચાલુ જ રહે, તેમ ભગવાન ભલે ગેરહાજર હોય, તીર્થનું કામ ચાલુ જ રહે.
અષ્ટાંગને યોગ કહેવાય તેમ ચારિત્ર પણ યોગ કહેવાય. ચારિત્રમાં દર્શન જ્ઞાન હોય જ. ચારિત્રી જ્ઞાની અને શ્રદ્ધાળુ હોય જ. નહિ તો એનું ચારિત્ર સાચું ન ગણાય. ભાવથી ભાવ પેદા થાય' તેમ દુનિયામાં પણ
કહેવાય છે. આપણે જેવો ભાવ રાખીએ, સામી વ્યક્તિને તેવો જ ભાવ પેદા થાય. આપણે છેતરપીંડીનો ભાવ રાખીએ ને ઉપરથી ગમે તેટલો દેખાવ કરીએ, પણ સામી વ્યક્તિને ખબર પડ્યા વિના ન રહે.
વક્તાના ભાવની શ્રોતા પણ ઘણી જ અસર પડે. વક્તા
કહે કલાપૂર્ણસૂરિ-૧ * *
-
* ૫૨૦