________________
સ્વયં માળા ન ગણતો હોય તો “તમે માળા ગણજો' એવી એની શિખામણ ભાગ્યે જ શ્રોતાના ગળે ઊતરશે.
ખૂબ ગોળ ખાતા છોકરાને પેલા સંન્યાસીએ ત્યારે જ પ્રતિજ્ઞા ન આપી, પણ ૧૫ દિવસ પછી આપી. ખુલાસો કરતાં કહ્યું : “હું પોતે ગોળ ખાતો હોઉં તો તે બંધ કરવાની પ્રતિજ્ઞા બીજાને શી રીતે આપી શકું ? મારે ૧૫ દિવસથી ગોળ બંધ છે. હવે જ હું એ પ્રતિજ્ઞા આપવાનો અધિકારી ગણાઉં.'
આ વાર્તા તમે ઘણીવાર સાંભળી હશે ? શિષ્યોને જે આપવું હોય તે ગુરુએ સ્વમાં ઊતારવું પડે. ઘણીવાર ગુરુ શિષ્યને તૈયાર કરવા આવા પ્રયોગો કરતા. પ્રેમસૂરિજીએ સ્વયં ફળનો ત્યાગ કરેલો. કારણ કે શિષ્યોને તેઓ ત્યાગી બનાવવા માંગતા હતા.
મોટાભાગે ફળ દોષિત જ હોય.
સર્વજીવોને અભયદાનની પ્રતિજ્ઞા લીધા પછી છકાય જીવની ક્યાંય વિરાધના ન થાય, તેની આપણે તકેદારી રાખવી જોઈએ.
પ્રશ્ન : અંદરના ભાવ લોક શી રીતે જાણી શકે ?
ઉત્તર : પ્રાયઃ કરીને વિશુદ્ધભાવ બાહ્ય ચારિત્રની શુદ્ધિથી જાણી શકાય.
બાહ્ય ચરણ હોય, આંતર ચરણ કદાચ ગુરુમાં ન હોય તો પણ શિષ્યને જરાય દોષ નથી. મારા ગુરુ આવા મહાન ! આવા ઉચ્ચ ! આવા ભાવથી તેની તો ભાવોલ્લાસ-વૃદ્ધિ જ થવાની. અંગારમર્દકના શિષ્યો સ્વર્ગે ગયા છે. અંગારમર્દક પાસે ભાવ ચારિત્ર નહોતું. અભવ્ય જીવ હતો. પણ શિષ્યો ગુરુ – વિનય કરીને પામી ગયા. એમનું બાહ્ય – ચારિત્ર ઉત્કૃષ્ટ હતું.
માટે અયોગ્ય ગુરુમાં પણ યોગ્ય ગુરુના પરિણામ થઈ જાય તો દોષ નથી. શિષ્યનું તો કલ્યાણ નક્કી જ.
પણ અહીં મોહ ન હોવો જોઈએ. નહિ તો કુગુરુમાં પણ સુગુરુની બુદ્ધિ આવી જાય, જે કલ્યાણકાર નથી.
પ૨૮
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧