________________
પ્રશ્ન : ભગવાન સાથે એક થવાય, પણ સર્વ જીવો સાથે એક કેમ થવાય ?
ઉત્તર : હું તો ત્યાં સુધી કહું છું : સર્વ જીવોમાં સિદ્ધોનું રૂપ જુઓ. પછી જ અંદરની ગાંઠ ખુલશે. કુંડલી – ઉત્થાન કાંઈ સહેલું નથી. પણ વાંધો નહિ. શરૂઆત કરીશું તો કોઈક સમયે, કોઈક ભવમાં જરૂર ફળશે. ધીરજ જોઈએ.
- શશિકાન્તભાઈ : આત્માને જગાડે, સંભાળે તે આજ્ઞા.
નમો અરિહંતાણં (અરિહંત + આણં) પાંચેય પરમેષ્ઠીઓની આજ્ઞાને પણ નમસ્કાર.
આહત્યમયી ચેતના જ બધા જ કારણોનું પરમ કારણ છે. તે જ સર્વજ્ઞ, સર્વશક્તિમયી, સર્વ અન્તર્યામી, સર્વ ક્ષેત્ર - કાળ – વ્યાપિની છે. માટે જ એ મધુર પરિણામ લાવે છે.
આ નવકારમાં યોગીઓનો યોગ, ધ્યાનીઓનું ધ્યાન, જ્ઞાનીઓનું જ્ઞાન, ભક્તોની ભક્તિ અને આરાધકોની આરાધના સમાવિષ્ટ છે.
ક્યાં આ પુસ્તક બનાવવા માટે કરેલો આપનો અથાક પરિશ્રમ તરી T (પુરૂષાથી અને ક્યાં પુસ્તકની સંવેદના લખવા માટેના મારા શબ્દો?
- સા. સ્મિતવદનાશ્રી
સુરત
કહે કલાપૂર્ણસૂરિ પુસ્તક એટલે પાને પાને ઝવેરાત.
- સા. શીલગુણાશ્રી
અમદાવાદ
પૂજયશ્રીની કૃપાથી મારામાં ગુરુ સમર્પણ ભાવ વિશેષ પ્રગટે, એવી શુભ ભાવના ભાવું છું.
- સા. સુમંગળાશ્રીજી
પાલડી, અમદાવાદ
છે
પર૬
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧