________________
આસો વદ ૦)) સોમવાર, ૦૮-૧૧-૧૯૯૯ : ધોકો
નવકાર આરાધના : શશિકાન્તભાઈ.
નમો હિન્દુસ્સ' કહી ભગવાન પણ નમે, એવું તીર્થ ત્રણ પ્રકારે છે :
(૧) પ્રથમ ગણધર, (૨) ચતુર્વિધ સંઘ, (૩) દ્વાદશાંગી.
નવકારમાં તીર્થ, તીર્થકર અને તીર્થંકરનો માર્ગ આ ત્રણેય છે. પ્રભુએ આપવા જેવું બધું જ આપી દીધું. શું બાકી રહ્યું ? કેટલો ઉપકાર ?
ચતુર્વિધ સંઘની ચેતના પંચ પરમેષ્ઠીની ખાણ છે, માટે જ સંઘ ૨૫મો તીર્થકર છે, નવકારનો આરાધક સંઘનો અનાદર ન કરે.
નવકાર દોષત્રયીને (રાગ-દ્વેષ-મોહને) રત્નત્રયી દ્વારા કાઢે. કાલત્રયીને (ભૂત-ભાવિ-વર્તમાનને) તત્ત્વત્રયી (દેવ-ગુરુ-ધર્મ) દ્વારા કાઢે.
ભગવાનનું શાસન મળ્યું. શાસનસ્થિત સાધુ અને નમસ્કાર મળ્યા. હવે શું જોઈએ ?
- (એક માળા પછી...). સર્વ મંત્ર શિરોમણિ, મહામંત્ર નવકાર; સમરતાં સુખ ઉપજે, જપતાં જય જયકાર. / ૧ / ઊગે સૂરજ સુખનો, ન રહે દીન ને હીન; જો સમરો નવકારને, સુખમાં જાયે દિન. | ૨ . અવળા સૌ સવળા પડે, સવળા સફળા થાય; જપતાં શ્રી નવકારને, દુ:ખ સમૂળા જાય. | ૩ ||
નવકારની યાત્રા શોભાયાત્રા નહિ, શોધન-યાત્રા છે.
સંસ્કાર, સદ્ગુણ, સદાચાર, સ્વાથ્ય, સમૃદ્ધિ અને સમાધિની યાત્રા છે. નવકારથી પોતાની મેળે યોગ્યતાના દ્વાર ખુલે છે.
હવેથી તીર્થની બહાર મારા પગલા નહિ પડે - એમ
કહે કલાપૂર્ણસૂરિ-૧
*
*
* *
* *
*
* * *
* *
* પર૧