________________
ગાથા ૩૮, ૩૯, ૪૦ :
ભગવાનની ભક્તિ છોડીને બીજે ક્યાંયથી જીવનના વિઘ્નો દૂર ન જ થાય, એવી અવિહડ શ્રદ્ધા હોવી જોઈએ.
ગાથા ૪૧, ૪૨ : ઉદ્ભૂત... ગાથાથી પૂ. પં. ભદ્રકવિ. યાદ આવે. લુણાવામાં કહેતા : વ્યાધિ ઘણી છે. ૧૦૮ વાર ઉદ્દભૂત. ગાથા ગણો. ગણવાથી શાંતિ થતી.
પ્રભુ ચરણ - રજનો અંશ પણ પડે તો રોગ જાય જ. આથી ફલિત થાય છે કે શરીર માંદું નથી પડતું, મન માંદું પડે છે.
કેન્સરના દર્દી પણ ૧૦૮ વાર આ ગાથા ગણતાં સાતા અનુભવે છે.
ગાથા ૪૪ : બેડી :
બધું બંધાયેલું છે, પણ મારું મસ્તક ખુલ્લું છે. જ્યાં સુધી મારું મસ્તક મુક્ત છે, ત્યાં સુધી મુક્તિનો માર્ગ ખુલ્લો છે.
આપણા જીવનમાં ભગવાન જ છે કે ભગવાન પણ છે ?
આપણા જીવનમાં ભગવાન જ છે, એવું થશે ત્યારે જ દોષો, દરિદ્રતા ઈત્યાદિ જશે.
ભક્ત ભગવાનથી વિભક્ત બને ત્યારે જ દોષો હોઈ શકે. નહિ તો ભગવાનમાં ન હોય તે દોષો ભક્તમાં ક્યાંથી આવે ?
ગાથા ૪૩, ૪૪ : પૂજ્યશ્રી :
પહેલા ગુણોનું પછી નામના પ્રભાવનું વર્ણન આવ્યું. છેલ્લે ઉપદ્રવો ટાળવાના પ્રભાવનું વર્ણન આવ્યું. રાગરૂપી સિંહ, દ્વેષરૂપી હાથી, ક્રોધરૂપી દાવાનળ, કામરૂપી સંગ્રામ, લોભરૂપી સમુદ્ર, મોહરૂપી જલોદર, કર્મબંધનરૂપ બેડી - આ બધું પ્રભુ-નામના પ્રભાવથી ટળે છે. એ પોતે જ ભગવાન જોઈને ભય પામીને ભાગી જાય; જેમ સિંહને જોઈને હાથી ભાગે.
પ્રભુની આ સ્તુતિ - માળા જે કંઠમાં ધારણ કરશે તે કેવળજ્ઞાન - લક્ષ્મી મેળવશે, એમ માનતુંગસૂરિજી કહે છે.
પર૦
૪
*
*
*
*
*
* * * * * કહે