________________
પાર્થિવ દેહના પણ દર્શન નહિ થાય. બે દિવસ-રાત એ પવિત્ર દેહનું દર્શન પણ મનને કંઈક ભર્યું-ભર્યું રાખતું હતું. જાણે સામે જ ગુરૂદેવ બેઠા છે.
એ જ કરૂણા ઝરતી ખુલ્લી બે આંખો. એ જ હાસ્ય વેરતો પ્રસન્ન ચહેરો. એ જ તેજોમય મુખમુદ્રા.
જાણે હમણા બોલશે, કંઈક કહેશે, એવો પાર્થિવ દેહ નજરથી દૂર થયો અને મન ભાંગી પડ્યું. આંખો રડી પડી. હૈયું હતાશાથી હત-પ્રહત થઈ ગયું.
શું લખું ? કેટલું લખું ?
મને જેમ વેદના છે. તેમ તમને સહુને અને સહુ ગુરૂ ભક્તોને છે..
ગયા ગુરૂદેવ ! સદા માટે ગયા. તેમની યાદ આપણી પાસે છે.
તેના સહારે જીવવાનું બળ મેળવવું રહ્યું. તેમની ઉંચાઈને જોઈ શકીએ એવી નજર નથી, તેમના ગુણોની અગાધતાને માપી શકીએ એવી બુદ્ધિ-શક્તિ નથી.
બસ, તેમની જે પ્રેરણા મળી તે જીવનમાં ઉતારીએ. નિર્મળ મન - જીવન - ચારિત્ર, બનાવીએ.
એ જ કરવાનું છે. જે ગુરૂદેવે કહ્યું છે. બસ... વિરમું છું.
- પં. લાતવિજય કેશવણા (રાજ.). મહા સુદ ૬, વિ.સં. ૨૦૧૮ ૧૮-૨-૨૦૦૨
3