________________
હોંશ અને હામ મળતી હતી ? તે ક્યાં જઈને પામીશ ?
મારા દોષો તરફે... મારી ભૂલો તરફ...
મારી પ્રમાદભરી પ્રવૃત્તિ ત૨ફ મને કોણ અંગુલિનિર્દેશ કરશે ? I કોણ પ્રાયશ્ચિત્ત આપશે ?
મને વરસોના વરસો સતત તેમની ભક્તિનો લાભ મળતો રહેતો, તેમાં અનેકવાર મને એ મહાપુરૂષ પ્રત્યે... ગુરૂદેવ પ્રત્યે... કરૂણામૂર્તિ પ્રત્યે... અવજ્ઞા... અવિનયનો ભાવ થયો, વર્તન થયું, તેમના હૃદયને સંતોષ ન આપી શક્યો. તેમની કૃપાનો પૂરો લાભ ન ઉઠાવી શક્યો. તેમની આજ્ઞાની, આદેશની, ભાવનાની અવહેલના કરી... તે પાપોનું શુદ્ધિકરણ ક્યાં જઈને કરું ?
સાક્ષાત્ હાજરીમાં તેમનો લાભ ઉઠાવવાનો હતો, આંતરિક શુદ્ધિ, ગુણ-વૃદ્ધિ અને નિર્લેપ વૃત્તિનો, તે ન ઉઠાવી શક્યો.
એ કેવા મહાન યોગી પુરૂષ ? | હું કેવો પામર કાપુરૂષ ?
મારી નાદાનીયતને, પ્રમાદને, ક્ષતિઓને, ખમીને મને કેવો નભાવ્યો છે ?
ન તેમને પુત્ર-મોહ હતો. ન તેમને શિષ્ય-મોહ હતો.
વિરાગતા-ભાવ નિર્લેપ-ભાવ અને નિઃસ્પૃહભાવમાં ૨મતા એ પરમપુરૂષને હું રાગી-દ્વેષી ક્યાંથી ઓળખી શકું?
આજ ૩ વાગે પડિલેહણ કર્યું અને તેમના કપડાના પડિલેહણની યાદ આવી. પડિલેહણ પૂરું કરી આ પત્ર લખવા બેઠો. મન શૂનકાર છે અને મકાન પણ શૂનકાર
| બે દિવસના બધા અંતિમ દૃશ્યો આંખ સામે રીલની જેમ દોડે છે. કેશવણાથી પ્રારંભાયેલી અંતિમ વિદાયયાત્રા કે જે સાંજે ૬ વાગ્યાના સમયે શરૂ થઈ. બસ હવે આ