________________
પરમાત્મ દર્શન.
પ્રદૂષણ સંસારમાં છે. ૫૨માત્મ દર્શનમાં ઓક્સિજન જ છે. પ્રભુનું મિલન ન હોય ત્યાં બીજા કોઈનું મિલન પણ ખરું નથી હોતું.
આત્મ
પ્રભુનું દર્શન કરે તે દર્શનીય બને. પ્રભુનું સ્તવન કરે તે સ્તવનીય બને. પ્રભુનું પૂજન કરે તે પૂજનીય બને.
ગાથા ૧૨ :
પ્રભુનું સૌંદર્ય દેહનું નહિ, સમાધિનું છે.
સૌંદર્ય દર્શનથી આપણી અંદર પણ સમાધિનું, સમતાનું અવતરણ થાય છે.
૧૨મીથી ૨૦મી ગાથામાં સૂરિમંત્ર રહેલો છે. દીવાળીમાં જાપ કરાય, એમ પૂ. પં. મ. કહેતા.
‘અલ્પશ્રુતં શ્રુતવતાં' ગાથામાં જ્ઞાનનો મંત્ર છે. વિદ્યાર્થીઓને પૂ. પંન્યાસજી મ. ખાસ ગણવાનું કહેતા.
ગાથા ૧૩ :
ભગવાનના ૪ અતિશયો તેમને ત્રિભુવન નાયક બનાવે છે. અપાયાપગમાતિશય આદિ ૪ ભાવનાઓથી આવેલા છે. મૈત્રીથી અપાયાપગમાતિશય, પ્રમોદથી પૂજાતિશય કરુણાથી વચનાતિશય, માધ્યસ્થ્યથી જ્ઞાનાતિશય પ્રગટેલા
છે.
ગાથા ૧૪ :
પ્રભુના ગુણો ૧૪ રાજલોકમાં ફેલાયા છે.
ગુણોને કોઈ પ્રતિબંધ ક્યાંથી હોય ?
પ્રભુ ! આપના ગુણો જો મારામાં આવ્યા હોય તો હું માનીશ કે આપ જ મારા હૃદયમાં આવ્યા. ભગવાનને હૃદયમાં લાવવા એટલે તેમના ગુણો લાવવા. ભગવાન શક્તિ અને ગુણરૂપે સર્વત્ર વ્યાપ્ત છે.
ગાથા ૧૫ : બ્રહ્મચર્યનું વર્ણન.
તેજસ્વી, યશસ્વી, વચસ્વી, વર્ચસ્વી પ્રભુ કોઈથી પણ ચલિત ન થાય.
કહે કલાપૂર્ણસૂરિ-૧ *
૫૧૫