________________
એસો પંચ નમુક્કારો' પાંચેયને કરેલો નમસ્કાર સર્વ પાપોનો નાશ કરનાર છે. અહીં અરિહંત, સિદ્ધની સાથે આચાર્ય, ઉપાધ્યાય, સાધુ પણ છે. એમને કરેલો નમસ્કાર પણ સર્વ પાપ-પ્રણાશક છે.
સાધુના દર્શનથી કેવળજ્ઞાન પણ થાય જ છે ને ?
૦ આજ્ઞાભંગ, અનવસ્થા પછી ત્રીજો દોષ છે : મિથ્યાત્વ.' ભગવાનની નહિ, પોતાની બુદ્ધિથી ચાલવું તે મિથ્યાત્વ છે.
ભગવાનથી, ગુરુથી અલગ પાડવાનું કામ મિથ્યાત્વ કરે
પોતાનો અલગ વર્ગ ઉભો કરવો, ઈત્યાદિ મિથ્યાત્વનો જ પ્રભાવ છે.
ચોથો દોષ : “વિરાધના'. આ ચારેય દોષો ખૂબ જ ખતરનાક છે.
સંયમ અને આત્મા : બંનેની આથી વિરાધના થાય છે.
અશુભકર્મોનો અનુબંધ પડે છે, જે અનેક જન્મો સુધી ચાલે.
મરીચિએ પેલા કપિલને કહેલું : “કપિલ ! ત્યાં પણ ધર્મ છે, અહીં પણ ધર્મ છે.” આ વાક્યમાં આજ્ઞાભંગાદિ ચારેય દોષો આવી ગયા.
શશિકાન્તભાઈ : અત્યારે તો આવા એક નહિ, અનેક મરીચિઓ છે, જેઓ કહે છે : ત્યાંય ધર્મ છે, અહીં પણ ધર્મ છે.
પૂજયશ્રી : અરે, એથી પણ એ માણસો આગળ વધી ગયા છે.
તેઓ તો પોતાને જ ભગવાન તરીકે ઓળખાવે છે.
મંત્રમાં અવિધિ જેમ આપત્તિ નોતરે છે, તેમ જિનાજ્ઞામાં અવિધિ આપત્તિ નોતરે છે.
વિધિનું આરાધન, અવિધિનો નિષેધ બંને જિનાજ્ઞામાં સમાવિષ્ટ છે. વિધિનું પાલન સમ્યગૂ ન થતું હોય તો કમ સે કમ દિલમાં દર્દ તો હોવું જ જોઈએ.
કહે
K
–
*
*
*
*
*
–
–
»
૫૧૧