________________
થેંગલોર - ચાતુર્માસ પ્રવેશ, વિ.સં. ૨૦૨
આસો વદ દ્વિતીય ૧૩ ૦૬-૧૧-૧૯૯૯, શનિવાર
આપણે એક આજ્ઞા-ભંગ કરીએ, આપણને જોઈને બીજા કરે, ત્રીજા કરે એક પરંપરા ઊભી થાય. આને અનવસ્થા કહેવાય.
આપણી શિથિલતા આપણને જ નહિ, બીજાને પણ અવળું આલંબન આપે છે.
સ્વભાવથી આપણે કોમળ બનવાનું છે, પણ આચારમાં આપણે ઉગ્ર બનવાનું છે.
ભગવાન આમ સર્વ જીવો પ્રત્યે કોમળ છે, પણ કર્મો પ્રત્યે ક્રૂર છે, ઉગ્ર છે.
‘સિંહતાસામન્થઓ ।'
૫૧૦
અહીં પંચસૂત્રમાં અરિહંત આદિના સામર્થ્યથી એમ કહ્યું : અહીં ‘આદિ’શા માટે ? અરિહંત તો સર્વજ્ઞ, વીતરાગ છે. આચાર્ય, ઉપાધ્યાય, સાધુ સર્વજ્ઞ, વીતરાગ ક્યાં છે ? આવા પ્રશ્નના ઉત્તરમાં કહે છે : આચાર્ય, ઉપાધ્યાય, સાધુ પણ અંશથી સર્વજ્ઞ છે, વીતરાગ છે. કારણ કે એ તેમની ભાવિ અવસ્થા છે.
કહે કલાપૂર્ણસૂરિ-૧