________________
જિનાજ્ઞાના ભંગથી જેમ અનવસ્થાદિ ચાર દોષો લાગે તેમ જિનાજ્ઞાના સમ્યક્ પાલનથી આજ્ઞા-પાલન, વ્યવસ્થા, સમ્યક્ત્વ અને આરાધના આદિ લાભો થાય છે. બીજા લોકો પણ સન્માર્ગે વળે.
અમે ૬-૭ વર્ષ દક્ષિણમાં રહ્યા, ત્યાં આવા લાભો જોવા મળ્યા. અધ્યાત્મ ગીતા :
આપણો મનોરથ છે ઃ એવંભૂત નયથી સિદ્ધ બનવાનો. પણ એ મનોરથ કરાવનાર છે : સંગ્રહ અને નૈગમ નય.
સંગ્રહનય કહે છે : સર્વ જીવો એક છે. નૈગમ નય કહે છે : તું શુદ્ધ સ્વરૂપી છે. તારા આઠ અંશો તો શુદ્ધ જ છે. આખી ખીચડી તપાસવાની જરૂર નથી. એક દાણો દબાવો એટલે ખબર પડી જાય : ખીચડી ચડી છે કે નહિ ? તારા શુદ્ધ આઠ અંશ જ કહે છે : તું શુદ્ધ સ્વરૂપી છે.
વિષય-કષાય સામે આપણે જંગે ચડ્યા છીએ. માનો કોર્ટમાં કેસ ચાલે છે. આપણો કેસ જો ભગવાનને સોંપી દઈએ તો બેડો પાર થઈ જાય.
ગરીબી અવસ્થામાં કોઈ શ્રીમંત હાથ પકડે ત્યારે આપણા દિલમાં કેવી ટાઢક વળે ? સુખ વખતે બધા સાથ આપે, પણ દુ:ખ વખતે કોણ ? આપણે નિગોદમાં અત્યંત દુઃખી હાલતમાં હતા ત્યારે આપણો હાથ પકડનાર ભગવાન હતા. કાળ અનાદિ અતીત અનંતે જે પરરક્ત, સંગાંગિ પરિણામે, વર્તે મોહાસક્ત;
પુદ્ગલ ભોગે રીઝ્યો, ધારે પુદ્ગલ બંધ,
પરકર્તા પરિણામે, બાંધે કર્મના બંધ.’ || ૧૨ | આપણો જ નહિ, તીર્થંકરોનો પણ આવો જ દુ:ખોથી ગ્રસ્ત ભૂતકાળ છે.
જીવ અનાદિથી છે, કર્મ અનાદિ છે. એટલે સૌની આ જ સ્થિતિ સ્વીકારવી રહી, આમ કેમ ? પરની આસક્તિ જીવમાં બેઠી છે. પુદ્ગલનો સારો સંગ મળતાં તે રીઝે છે, ને નવા-નવા કર્મ બાંધે છે.
‘હું સુખી છું, હું દુઃખી છું' વગેરે વિકલ્પો તેને આવે છે.
* કહે કલાપૂર્ણસૂરિ-૧
૫૧૨ *