SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ મેંગલોર - ચાતુર્માસ પ્રવેશ, વિ.સં. ૨૦૧૨ આસો વદ પ્રથમ ૧૩ ૦૫-૧૧-૧૯૯૯, શુક્રવાર ભગવાને તો વિશ્વમાત્રને મુક્તિનો માર્ગ બતાવ્યો, પણ તેમાં ચાલવા તૈયાર થયો ચતુર્વિધ સંઘ, સાધુ-સાધ્વી શ્રાવક અને શ્રાવિકા. મુક્તિ-માર્ગે ચાલીએ એટલે ભગવાન આપણા માર્ગમાં સહાયક બને જ. ભગવાન ધર્મ ચક્રવર્તી છે. મોહની જાળમાંથી છોડાવી સંસારી જીવોને મોક્ષ-માર્ગે પ્રયાણ કરાવનાર ભગવાન છે. પણ ભગવાન એને જ પ્રયાણ કરાવી શકે જેને મોહ જાળરૂપ લાગે, સંસાર જેલ લાગે, પણ જેને જેલ જ મહેલ લાગતો હોય, બેડીઓ જ બંગડીઓ લાગતી હોય, તેમના માટે ભગવાન કાંઈ જ ન કરી શકે. પરિગ્રહના, મમતાના ભાર સાથે મુક્તિ માર્ગે પ્રયાણ ન થાય. પર્વત પર ચડતાં સામાન્ય ભાર પણ આપણને પરવડતો નથી તો મોક્ષના માર્ગે ભાર શી રીતે પરવડે ? જ્ઞાન એક એવી ચીજ છે, જેથી સ્વનું જીવન તો પ્રકાશિત બને જ, અન્યના જીવન પણ પ્રકાશિત બને જ. કહે કલાપૂર્ણસૂરિ-૧ * - - * ૫૦૫
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy