________________
પૂજ્યશ્રી : શ્રાદ્ધવિધિ, ધર્મસંગ્રહ ભાગ-૧, યોગશાસ્ત્ર - ૪ પ્રકાશ, ૪ પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, કમ્મપયડી, પંચસંગ્રહ, આદિ ઘણું ઘણું છે. જેની ના નથી, એ તો ભણો. વળી, આ બધા જ આગમો સાંભળવાની તો છુટ જ છે. તુંગીઆનગરીના શ્રાવકો દ્ધિઅઢા, ગહિઅઢા, કહેવાયા છે. ૧૧ અંગના પદાર્થો કંઠસ્થ હોય. ત્યાં જતા સાધુઓને પણ વિચારવું પડતું : શું જવાબ આપીશું ? શશિકાન્તભાઈ ! તમારા માટે સમાધિશતક ગ્રંથ શ્રેષ્ઠ છે.
અધ્યાત્મ ગીતા : અધ્યાત્મનું જ્ઞાન નહિ, અધ્યાત્મપૂર્ણ જીવન હોવું ઘટે. તો જ આમૂલચૂલ પરિવર્તન આવે. વારંવાર એનો અભ્યાસ કરતા રહો. ઊંડા સંસ્કારો પડશે.
જગતની સર્વ ક્રિયાઓમાં ચૈત્યવંદન, દેવવંદન, શ્રાવકસાધુના આચારો સૌથી શ્રેષ્ઠ અધ્યાત્મ છે.
જે તમને તમારા સ્વરૂપ તરફ લઈ જાય તે અધ્યાત્મ છે. વિરતિ વિના સાચું અધ્યાત્મ ન આવી શકે. રુચિ હોય તો અવિરતિમાં બીજમાત્રરૂપે અધ્યાત્મ હોઈ શકે. વળી તે અધ્યાત્મ મૈત્રાદિ ભાવથી યુક્ત હોવું જોઈએ.
આ અધ્યાત્મ - ગીતા એમાં સહાયક બનશે. ૦ જેટલો ઉપયોગ સ્વરૂપમાં હોય તેટલો કર્મબંધ અટકે. સમભિરૂઢ નય નિરાવરણી, જ્ઞાનાદિક ગુણ મુખ્ય, ક્ષાયિક અનંત ચતુયી ભોગ મુગ્ધ અલક્ષ્ય; એવંભૂતે નિર્મળ સકલ સ્વધર્મ પ્રકાશ, પૂરણ પર્યાયે પ્રગટે, પૂરણ શક્તિ વિલાસ.” | ૧૦ ||
સંગ્રહ નય સ્થૂલ છે. પછી ઉત્તરોત્તર નયો સૂક્ષ્મ થતા જાય છે. એવંભૂત નય એકદમ સૂક્ષ્મ છે. અનુક્રમે વ્યાખ્યા સૂક્ષ્મ બનતી જાય છે.
સંગ્રહ નય કે નૈગમ નય આપણને કહી દે: તું સિદ્ધસ્વરૂપી છે, તે ન ચાલે, એવંભૂત કહે ત્યારે ખરું ! છતાં એટલું ચોક્કસ કે સંગ્રહ અને નૈગમ નય આપણને વિશ્વાસ આપે છે : તું સિદ્ધસ્વરૂપી છે. તું બકરી નથી, સિહ છે, તું પત્થર ભલે દેખાય,
કહે કલાપૂર્ણસૂરિ-૧
* *
*
* * * *
* * * ૫૦૩