________________
બધું ભૂલાઈ જાય છે, આવેશમાં કાંઈ યાદ રહેતું નથી. અનાદિ અભ્યસ્ત સંસ્કારો આપણા પર સવાર થઈ જાય છે. .
વળી, મોક્ષમાં ક્યાં આપણે જલ્દી જવું છે ? શાન્તિથી બેઠા છીએ. જો મોક્ષમાં જલ્દી જવું હોય તો સુવિહિત અનુષ્ઠાનોમાં કેટલો વેગ આવે ?
મોક્ષ – પ્રાપ્તિમાં જેટલો વિલંબ, દુર્ગતિના દુઃખો તેટલા અધિક, આટલું બરાબર સમજી રાખો.
એકવાર દુર્ગતિમાં ગયા પછી ફરી માનવ બની આવી સામગ્રી મળવી હાથની વાત નથી.
“થશે. શું ઉતાવળ છે ?' ઈત્યાદિ વિકલ્પો કાયરને આવે, શૂરવીરને નહિ. ધર્મનો માર્ગ શૂરવીરનો છે.
અત્યારે ૮ કર્મનો ઉદય અને ૭ કર્મનો બંધ ચાલુ છે. આયુષ્ય વખતે ૮ કર્મનો બંધ હોય છે.
આમ કર્મના હુમલા ચાલુ હોય ને આપણે નિરાંતે ઘોરીએ તો તે કેમ ચાલે ? માત્ર બેઠા-બેઠા જીત મળી જશે ? ઊંઘતો સૈનિક જીતી જશે ?
શિસ્તપાલક સાવધ સૈનિક વિજયમાળા વરી શકે તેમ સાવધ સાધક વિજયમાળા વરી શકે. અહીં પ્રમાદ ન ચાલે.
ભલે બધા આગમો – શાસ્ત્રો ન વાંચી શકીએ, પણ અમુક રહસ્યભૂત શાસ્ત્રો તો ખાસ વાંચવા જોઈએ.
પ્રભુદાસ બેચરદાસ કૃત આનંદઘન-ચોવીશીના અર્થનું પુસ્તક જોજો. પૂરો નકશો બતાવ્યો છે કે આમાં માર્ગાનુસારીથી માંડીને ઠેઠ અયોગી ગુણસ્થાનક સુધીનો વિકાસક્રમ શી રીતે મૂકેલો છે.
આવી આવી કૃતિ તો કંઠસ્થ હોવી જોઈએ. • બે પ્રકારની પરિજ્ઞા છે. (૧) જ્ઞપરિજ્ઞા : જાણવું... ગ્રહણશિક્ષા... (૨) પ્રત્યાખ્યાન પરિજ્ઞા : જીવવું... આસેવન શિક્ષા...
- જે ગુણનો તમે વિનિયોગ નથી કરતા તે ગુણ ભવાંતરમાં સાથે નહિ ચાલે. જે બીજાને આપો છો તે જ તમારું છે. કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * *
ઝાદ # # # # # # # # # # # ૫૦૧