________________
डोली में विहार, बेंगलोर के पास, वि.सं. २०५१
આસો વદ ૧૧ ૦૪-૧૧-૧૯૯૯, ગુરુવાર
ભગવાને શ્રાવક અને સાધુના બે ધર્મ એટલા માટે બતાવ્યા છે, કે સૌ યથાશક્તિ ધર્મની આરાધના કરે, કોઈ શક્તિથી વધુ કરીને વિરાધના કરી પાપના ભાગીદાર ન બને.
૦ ભગવાનથી કહેવાયેલા અનુષ્ઠાનો કરતાં ભગવાન યાદ આવવા જોઈએ. ગુરુ - કથિત કાર્ય કરતાં ગુરુ યાદ આવે તેમ ભગવાન યાદ આવવા જોઈએ. “મારામાં ક્ષમતા નથી, પણ ગુરુના પ્રભાવે મને સફળતા મળે છે.' એમ આપણે માનીએ છીએ, તેમ ભગવાનના અનુષ્ઠાનમાં પણ વિચારવું.
- ભગવાન જે અનુષ્ઠાન બતાવે તે મુક્તિ-સાધક જ હોય, સંસારવર્ધક એક પણ અનુષ્ઠાન જૈન દર્શનમાં જોવા નહિ મળે. હા, હેય તરીકે જરૂર જોવા મળશે. ત્યાજય તરીકે ન બતાવે તો ત્યાગ પણ શી રીતે થશે ?
. પાપનો અભ્યાસ અનાદિકાળનો છે. પુણ્ય, સંવર, નિર્જરાનો અભ્યાસ નવો છે. માટે જ આટલું બધું સાંભળવા છતાં ખરા પ્રસંગે આ
૫૦૦ * * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧