________________
આત્માની અંદર અનંત ઐશ્વર્ય પડેલું છે, એની ભાળ મળતાં જ તે મેળવવાની ઝંખના જાગે. આ ઝંખના જ સમ્યક્ત છે.
નામ કે રૂપ આપણા નથી, “પર” છે. ફોટા કે નામનો પ્રચાર કરીએ છીએ, પણ તે બધું “પ૨' છે.
નામ તો માત્ર સંકેત પૂરતું છે. એક નામવાળા ઘણાય હોય છે, છતાં આપણા નામ માટે આપણે કેટલા લડીએ છીએ ?
પાડોશીને કોઈ ગાળો દઈ જાય તો તમે ગુસ્સે થઈ જાવ ?
નામ અને રૂપ આપણા પાડોશી છે. આપણો આત્મા તો અંદર બેઠો છે; નામ અને રૂપથી પર !
નામ અને રૂપ તો આપણા પાડોશી છે. એનું અપમાન થતાં ઝગડો કરીએ તે આપણને શોભતું નથી.
અંદરના ઐશ્વર્યને પ્રગટ કરવાની રુચિ તે સમકિત. એના માટેના ઉપાયોમાં આંશિક પ્રવૃત્તિ કરવી તે દેશવિરતિ. સર્વ શક્તિપૂર્વક પ્રવૃત્તિ કરવી તે સર્વવિરતિ.
(૧) નૈગમ : જેના અનેક ગમ - વિકલ્પ હોય તે. સંકલ્પ, આરોપ અને અંશને ગ્રહણ કરે તે.
(૧) સંકલ્પ : લાકડાની પાલી (અનાજ માપવાનું એક પ્રકારનું લાકડાનું સાધન) બનાવવાના ઉદ્દેશથી કોઈ જંગલમાં લાકડું કાપવા જાય છે, પણ કહેશે : હું પાલી લેવા જાઉં છું.
પાલીતાણા સંઘનો પ્રથમ પડાવ છે, છતાં આપણે કહીએ છીએ : અમે પાલીતાણા જઈએ છીએ.
તમને મોક્ષની ઈચ્છા થઈ ગઈ. બસ, નૈગમ નય કહેશે : આ મોક્ષનો મુસાફર છે.
(૨) આરોપ : દા.ત. આજે ભગવાનનું નિવણ કલ્યાણક છે. અહીં ભૂતનો વર્તમાનમાં આરોપ થયો છે.
(૩) અંશ : આઠ રૂચક પ્રદેશો જ ઊઘાડા છે, છતાં આત્મા પૂર્ણસ્વરૂપી. મનફરાના ચાર જ માણસ આવ્યા, છતાં આખું મનફરા આવ્યું કહેવાય. રસોઈની શરૂઆત જ થઈ છે, છતાં રસોઈ થઈ ગઈ કહેવાય.
(૨) સંગ્રહ : વસ્તુના સામાન્ય ધર્મનો સંગ્રહ તે સંગ્રહ. संगृह्णाति वस्तु सत्तात्मकं सामान्यं सः संग्रहनयः ।
*
*
*
*
*
*
*
*
*
*
* ૪૯૯