________________
શુદ્ધપણે પણ અનેક રીતે ચેતનતા પ્રગટે છે તેમાં મુખ્ય બે પ્રકાર :
(૧) લાયોપથમિક અને (૨) ક્ષાયિક. ક્ષાયિક એક જ છે. ક્ષાયોપથમિક અસંખ્ય છે.
નામથી જીવ ચેતન પ્રબુદ્ધ, ક્ષેત્રથી અસંખ્ય પ્રદેસી વિશુદ્ધ; દ્રવ્યથી સ્વ-ગુણ-પર્યાય પિંડ, નિત્ય એકત્વ સહજ અખંડ || ૬ || નામથી જીવ, ચેતન આદિ કહેવાય, ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશી કહેવાય. દ્રવ્યથી સ્વ ગુણ-પર્યાયનો પિંડ કહેવાય.
ભાવથી નિત્ય, એક, સહજસ્વભાવી અને અખંડ કહેવાય.
નયના સાત, પણ ભેદ હોઈ શકે. સાતસો પણ ભેદ હોઈ શકે. પણ મુખ્ય બે ભેદ. (૧) દ્રવ્યાર્થિક નય : દ્રવ્ય (મૂળ પદાર્થ) સંબંધી વિચારે તે.
(૨) પયયાર્થિક નય : પદાર્થમાં થતા ફેરફારો - અવસ્થાઓ વિચારે તે.
કાળો-ગોરો ઈત્યાદિ અવસ્થાઓ પર્યાય કહેવાય.
દ્રવ્યાર્થિક નયના ૪ ભેદ : નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુ સૂત્ર.
પર્યાયાર્થિક નયના ૩ ભેદ : શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત.
મુનિચન્દ્રવિજય : ૪ પ્રકરણાદિનો અભ્યાસ થાય છે, તેમ નયનો અભ્યાસ થતો નથી.
ઉત્તર : અભ્યાસ ગ્રંથ તૈયાર કરો. હું સહાયતા કરીશ.
તત્ત્વજ્ઞાન પ્રવેશિકા આ રીતે જ તૈયાર થયેલી. જામનગર ચાતુર્માસમાં શરૂઆત થયેલી. જામનગરમાં જે પદાર્થો ભણ્યો તે બીજાને શીખવાડું. એક મહીનો રોકાઉં તો પણ શ્રાવકોને શીખવાડું.
અંજાર ચાતુર્માસમાં આવો પાઠ શરૂ કર્યો. યુ.પી.દેઢિયા
૪૯૪
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧