________________
કરીએ છીએ. આત્મ-શક્તિનો પ્રયોગ કર્મબંધનમાં જ કરીએ છીએ.
આત્મરત મુનિ... જ્ઞાન દ્વારા જાણે, જોવું – દર્શન. દર્શન દ્વારા જુએ, જાણવું - જ્ઞાન. ચારિત્ર દ્વારા રમણ કરે, જીવે. જીવવું - ચારિત્ર.
આત્માની દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય આ પાંચ શક્તિઓને (જે પાંચ અંતરાયના નાશથી પેદા થાય) સાધક કામે લગાડી દે.
જ્ઞાન માટે વીર્ય શક્તિ કામે લાગે. વીર્ય શક્તિ માટે જ્ઞાન કામ લાગે છે, આમ આત્મગુણો પરસ્પર સહાયક બને છે.
મુનિપણું આત્મગુણો પ્રગટાવવા માટે છે.
મુનિનો જ આ વિષય છે ને જો એ જ આ ન કરે તો બીજું કોણ કરશે ?
પદવી માટેના સ્થાનના નિર્ણયની જાહેરાત :
છે. આજે પદવી પ્રસંગ માટે ભદ્રેશ્વર, વાંકી, આધોઈ, મનફરા, કટારીયા વગેરે તરફથી વિનંતીઓ આવી છે. આ પદવી દક્ષિણમાં થવાની હતી. A. D. મહેતાએ ત્યાં ઘણીવાર કહેલું : આપ ત્યાં જ દક્ષિણમાં જ – પદવી આપી દો.
પણ... મને એમ કે જે ભૂમિ પર લગાવ છે, જેમનો પ્રેમ મળ્યો છે, એ કચ્છ-ભૂમિને શી રીતે ભૂલાય ? એટલે જ મેં તેમને નારાજ કરીને પણ પદવી કચ્છ માટે અનામત રાખી.
તમે બધા મળીને એક સ્થળ નક્કી કરી લેત તો વધુ સારું, પણ એ શક્ય ન બન્યું. તમે મારા પર નાખ્યું. મારો સ્વભાવ છે : હું ભગવાન પર નાખું !
જે નિર્ણય આપું તે તમે વધાવજો. નારાજ નહિ થતા.
બધા બાર નવકાર ગણો. (બાર નવકાર ગણાઈ ગયા પછી)
સ્થાન માટેનો નિર્ણય જ મારે કરવાનો છે. વાંકી' નગરે આ પ્રસંગ ઊજવાશે. બંને સમાજના નામ
૪૮૪
*
*
*
*
*
*
*
*
*
*
*
*