________________
સ્વાધ્યાયથી અનુપ્રેક્ષા - શક્તિ વધે. એક શબ્દ પરથી અનેક અર્થ કરવાની શક્તિ વધે.
• અન્ય દર્શનીઓ એક પ્રભુ-નામ પર આટલા ગાજે છે. એમને હજુ પ્રભુના આગમો નથી મળ્યા છતાંય.
આપણે હજુ પ્રભુ-નામનો મહિમા સમજ્યા નથી.
ભગવાન કેટલા ઉદાર ? મોક્ષે ગયા તોય નામ મૂકતા ગયા. તમે તમારું પ્રતિષ્ઠિત નામ કોઈને વાપરવા આપો ? તમને શંકા છે : પેલો મારો નામે ઉંધું-ચતું કરી નાખશે તો ! ભગવાને પોતાનું નામ વાપરવાની છૂટ આપી છે.
- છ મહિને પા (વા) ગાથા થતી હોય તો પણ નવું ભણવાનો ઉદ્યમ છોડવો નહિ. એમ જ્ઞાનીઓ કહે છે. આપણામાં આવો તો કોઈ જ નહિ હોય જે છ મહિનામાં પા ગાથા પણ ન કરી શકે. 'बारसविहंमि वि तवे, सब्भितर-बाहिरे कुसलदिढे । नवि अत्थि नवि होही, सज्झाय समं तवोकम्मं ॥'
ભગવાને કહેલા બારેય પ્રકારના તપમાં સ્વાધ્યાય સમાન તપ છે નહિ, થશે નહિ.
અધ્યાત્મ ગીતા : ‘દ્રવ્ય સર્વના ભાવનો, જાણગ પારગ એહ, જ્ઞાતા, કર્તા, ભોક્તા, રમતા પરિણતિ ગેહ; ગ્રાહક રક્ષક વ્યાપક, ધારક ધર્મ સમૂહ, દાન, લાભ, ભોગ, ઉપભોગ તણો જે બૃહ. I ૪ છે.
આપણા પોતાના ઘરમાં કેટલી સમૃદ્ધિ પડેલી છે, તે અહીં જાણવા મળે છે. શરીરનું આપણે બધું જાણીએ છીએ, પણ આત્માનું કશું જાણતા નથી.
આત્મરમણી મુનિ સર્વ દ્રવ્યના ભાવને જાણે અને જુએ છે. જાણીને દરેક ગુણને પ્રવૃત્તિ કરાવે છે. જેમ તમે દુકાનના નોકરોને પ્રવૃત્તિ કરાવો છો.
આપણી જ શક્તિઓનું જ્ઞાન નહિ હોવાથી, આપણે એને બીજે કામે લગાડી દીધી. તમારા છોકરાને તમે બીજાની દુકાને કામ કરાવીને બીજાને કમાણી કરવા દો ? આપણે એવું જ
કહે કલાપૂર્ણસૂરિ-૧
* * * * * * * * * * * * ૪૮૩