________________
મળેલું. ભરફેસર સઝાયમાં સૌ પ્રથમ ભારતનું જ નામ આવે છે. એમને શી રીતે ભૂલાય ? પૂર્વજન્મની વેયાવચ્ચના કારણે જ એમને અરીસાભુવનમાં કેવળજ્ઞાન મળેલું.
દીક્ષા વિના જ એમને કેવળજ્ઞાન મળી ગયેલું તો દીક્ષાની જરૂર શી ? એમ નહિ માનતા. એમના પૂર્વભવની સાધનાને યાદ કરજો.
મહાવીર સ્વામીનું જીવન વાંચતાં કેવળજ્ઞાન કેટલું કઠણ - કેટલું મોંઘું લાગે ?
ભરતનું જીવન વાંચતાં કેટલું સસ્તું લાગે ?
કેવળજ્ઞાનને આટલું સરળ રીતે આપી દેનાર વેયાવચ્ચે છે, એ ભૂલતા નહિ.
ચક્રવર્તી આદિ ભૌતિક ફળ તો આનુષંગિક છે. વેયાવચ્ચનું મુખ્ય ફળ કેવળજ્ઞાન છે, મોક્ષ છે. માટે જ અનુકંપા નિષિદ્ધ નથી, તેમ તેયાવચ્ચ પણ નિષિદ્ધ નથી.
મુક્તિના બે માર્ગ છે : (૧) અનુકંપા : શાન્તિનાથનો પૂર્વભવ - મેઘરથ (૨) વૈયાવચ્ચનો - બાહુ - સુબાહુ (ભરત - બાહુબલી) અનુકંપાદિના પ્રયત્ન વગરનો સામાન્ય માર્ગ. પહેલો માર્ગ તીર્થંકરાદિ ઉત્તમ જીવોનો છે. બીજો માર્ગ સામાન્ય સાધુઓનો છે. પૂ. દેવચન્દ્રજી કૃત અધ્યાત્મ ગીતા પ્રણમીએ વિશ્વહિત જૈનવાણી, મહાનંદ તરુ સિંચવા અમૃતપાણી; મહામોહ પુર ભેદવા વજપાણી, ગહન ભવ ફંદ છેદન કૃપાણી.” (૧) તીર્થકરને નમન કરવાથી તો મંગળ થાય જ. તીર્થકરની વાણીને નમન કરવાથી પણ મંગળ થાય.'
ભગવતીમાં “નમો નુક્સ' “નમો ગંભ નિવાઇ' કહીને મંગળ કર્યું છે.
આ પ્રણાલિકા આજે પણ સચવાયેલી છે. આગમને આપણે સૌ નમીએ છીએ.
#
#
#
#
#
#
#
#
#
#
#
# #
૪૦૧