________________
જિનવાણીને નમન પરમ મંગળ છે. જિનવાણી સમગ્ર વિશ્વને હિતકર છે.
એક શબ્દ જિનવાણીમાંથી એવો શોધી બતાવો, જેનાથી કોઈનું અહિત થતું હોય.
ચારે - ચાર માતાઓ (વર્ણમાતા, નવકારમાતા, અષ્ટ પ્રવચનમાતા અને ધ્યાનમાતા) જિનવાણીને લગતી જ છે. ચારેય માતાઓની માતા આ જિનવાણી જ છે. | સામાયિકથી બિન્દુસાર (૧૪મું પૂર્વ) સુધી જિનવાણી વિસ્તૃત છે.
માતા એને જ કહેવાય જે બાળકનું અહિત નિવારે, એકાન્ત હિત જ કરે. આ માતા શાશ્વત સુખરૂપ પરમહિત કરે છે.
માટે લખ્યું : મહાનંદ - તરું સિંચવા અમૃત પાણી.”
મહાનંદ એટલે મોક્ષ. મોક્ષ-વૃક્ષને સિંચવા આ જિનવાણી અમૃતની ધાર છે.
બાહ્ય તૃષા પાણીથી શમે, પણ અંદરની તૃષા તો જિનવાણીથી જ શમે. પાણી ન પીઓ તો અજીર્ણ થાય, સ્વાથ્ય બગડે, તેમ જિનવાણી ન મળે તો ભાવ - આરોગ્ય બગડે.
મહામોહરૂપી પુર (દત્યનું નગર)ને ભેદવામાં આ જિનવાણી ઇન્દ્ર છે. ભયંકર ભવ-અટવીને છેદવામાં કૃપાણી છે, કુહાડી છે.
'कडं कलापूर्णसूरिए' पुस्तक मळ्यु. पूज्यश्रीना प्रवचनोमां अमृत-अमृत ने अमृत ज होय. एमां बीजुं कांई कहेवा जेवू ज नथी.
- पंन्यास मुक्तिदर्शनविजय
गोरेगांव, मुंबई.
૪૦૨
*
*
*
*
*
*
*
* * * * કહે.