________________
પ્રશ્ન : તપ મંગળરૂપ છે, નવકાર પણ મંગળરૂપ કહેવાય છે.
બંનેમાં કયું મંગળ સમજવું ?
ઉત્તર : નવકારમાં “નમો’ મંગળ છે. “નમો’ વિનયરૂપ છે. વિનય તપનો જ ભેદ છે. એટલે બંને એક જ છે. બંને મહામંગળ છે.
તપ, શિવ-માર્ગમાં સાચો ભોમિયો છે. “ભવોભવ મને બારે - બાર પ્રકારનો તપ કરવાની શક્તિ મળજો...' એવું નિયાણું કરો તો પણ દોષ નથી.
ભવોભવ તુમ ચરણોની સેવા” એમ ભગવાનને કહીએ જ છીએ ને ? સેવા વિનયરૂપ તપ જ છે.
- જ્ઞાન, તપ વગેરે ઉત્કૃષ્ટ કક્ષાના હોય તો સમજવું, પૂર્વજન્મના સંસ્કારો પડેલા છે, માટે જ અત્યારે આ ગુણો ઉત્કૃષ્ટ કક્ષાના બન્યા છે. આ જન્મમાં જો હજુ વધુ સંસ્કારો પાડીશું તો આગામી જન્મમાં એ ગુણો હજુ પણ પરાકાષ્ઠાએ પહોંચશે.
૦ ઈચ્છારોધ સંવરી... ઈચ્છા-રોધ એટલે સંવર, ઈચ્છા કરવી એટલે આશ્રવ.
સંવરથી આત્મગુણોનો આસ્વાદ મળે છે. આવો આસ્વાદ લેનાર આત્મા સ્વયં જ નૈૠયિક દૃષ્ટિએ તપ છે.
આગમ કે નોઆગમથી શુભ ભાવ જ સત્ય છે : તમે તમારા આત્મભાવમાં સ્થિર બનો. પરભાવમાં રાચો નહિ.
સ્વ-ગૃહમાં રહેશો તો કોઈ કાઢશે નહિ. બીજાના ઘરમાં રહેવા ગયા તો તમને કાઢી મૂકવામાં આવશે.
સ્વભાવ સ્વગૃહ છે. પરભાવ પર ઘર છે. - અસંખ્યાત યોગો શાસ્ત્રોમાં બતાવેલા છે.
ધ્યાનના ચાર લાખ ભેદો તો સ્થૂલ છે. બાકી એકેક ભેદમાં પણ અનેક ભેદો – અનેક સ્થાનો હોય છે. આ બધામાં મુખ્ય યોગ નવ-પદ છે. નવપદ સહિતનું આત્મધ્યાન જ પ્રમાણભૂત મનાય. એને છોડીને ક્યાંય જતા નહિ. સીધા અનાલંબનમાં ભૂસકો નહિ મારતા.
કહે કલાપૂર્ણસૂરિ-૧
*
* * * * * * ૪૬૦