________________
હૃદયમાં વસાવો એટલે બધી લબ્ધિઓ અને સિદ્ધિઓ તમારા હાથમાં છે.
તપપદ : જાગંતાં તિહું નાણ સમગહ.
આજે જૈન સંઘમાં તપનો ખૂબ મહિમા છે. ને એ હોવો જ જોઈએ. એથી જ આપણે ઊજળા છીએ.
મનની નિર્મળતા આપનાર તપ છે.
ભગવાન જેવા ભગવાન પણ, તે ભવે મોક્ષમાં જનારા છે, એમ જાણતા હોવા છતાં ઘોર તપ કરે છે, તેનું કારણ શું ? તપનો મહિમા સમજવા તીર્થકરોનું જીવન જ બસ થઈ પડે.
ભગવાન મોક્ષમાં જવાનો છું, એમ જાણે છે, તેમ કર્મક્ષય વિના મોક્ષ નથી એમ પણ જાણે છે, કર્મક્ષય તપ વિના નહિ થાય, એ પણ જાણે છે.
ઘણા કહે છે : અમે આલોચનામાં તપ તો નહિ કરી શકીએ. કહેશો તેમ પૈસા ખર્ચી દઈશું.
આમ ચાલે ? કર્મ-નિર્જરાનું તપ અનન્ય સાધન છે.
* તપ જિન-શાસન દીપાવનાર છે. આઠ પ્રભાવકોમાં તપસ્વી પણ પાંચમો પ્રભાવક છે. એ કેવો હોય ?
તપગુણ ઓપે રે રોપે ધર્મને, ગોપે નહિ જિન-આણ; આશ્રવ લોપે રે નવિ કોપે કદા, પંચમ તપસી તે જાણ.”
તપ-ગુણથી ઓપે, ધર્મને રોપે, ભગવાનની આજ્ઞા ગોપે નહિ, આશ્રવ લોપે અને કદી કોપે નહિ તે સાચો તપસ્વી છે.
'कडं कलापूर्णसूरिए' नकल एक प्राप्त थई छे. श्रुतभक्तिनी खूब खूब अनुमोदना.
- आचार्यश्री कल्याणसागरसूरि
नारणपुरा, अमदावाद.
કહે :
=
=
=
=
x
#
#
# ૪૬૩