________________
ધ્યાનમાં ત્રણેયની એકતા થાય છે.
આ અવસ્થામાં યોગીઓ સ્વઆત્મામાં જ પરમાત્માને જુએ છે. પછી લાગે છે કે જેટલું શરીર આપણાથી નજીક છે, એથી પણ પરમાત્મા વધુ નજીક છે.
પર-શરીરને આપણે પોતાનું માની બેઠા. પોતાના પ્રભુને આપણે પર માની બેઠા.
ભગવાન સાત રાજલોક દૂર નથી, અહીં જ છે, આપણું જ સ્વરૂપ છે, એવું ભાન ત્યારે આવે છે.
અંતરાત્મ-દશા પામે તે જ પરમાત્મદશા પામી શકે. પરમાત્મ-દશાનું સર્ટીફિકેટ છે : અંતરાત્મદશા ! એ હોય તે જ પરમાત્મા બની શકે.
- વૃત્તિ બે પ્રકારે : (૧) મનોવૃત્તિ (૨) સ્પંદનરૂપ વૃત્તિ.
(૧) મનોવૃત્તિ : ૧૨મા ગુણઠાણે જાય. (૨) સ્પંદન વૃત્તિ : ૧૪મે ગુણઠાણે જાય.
૧૪મા ગુણઠાણે અયોગી, અલેશી એ અનુદીરક ભગવાન હોય છે.
નવપદમાં પાંચ પરમેષ્ઠી ગુણી અને જ્ઞાનાદિ ૪ ગુણ છે.
નવપદનું બહુમાન કરવું એટલે સર્વોત્કૃષ્ટ ગુણી અને સર્વોત્કૃષ્ટ ગુણોનું બહુમાન કરવું. નવપદોનું ત્રણેય યોગથી બહુમાન થવું જોઈએ.
મન, વચનનું બહુમાન તો સમજ્યા, પણ કાયાથી બહુમાન શી રીતે થાય ? તે ગુણ જીવનમાં અપનાવવાથી થાય.
નવપદોનું ધ્યાન આપણને નવપદમય બનાવે. એક વખત આત્મા એમાં રસ લેવા લાગે તો દરેક જન્મમાં નવપદ મળે. દા.ત. મયણા-શ્રીપાળ.
કુસંસ્કારો જો દરેક ભવમાં સાથે આવતા હોય તો સારા સંસ્કારો સાથે કેમ ન આવે ? સુસંસ્કારોનો સ્ટોક નહિ રાખો તો કુસંસ્કારો તો આવશે જ, એ તો અંદર પડ્યા જ છે.
• નવપદો સર્વ લબ્ધિ અને સિદ્ધિઓનું ગૃહ છે. એને
૪૨
* *
*
* *
* *
* * * * કહે