________________
રહે છે ત્યારે આત્મશક્તિનો હ્રાસ થાય છે, એટલું સમજી રાખો.
તુમ ન્યારે તબ સબ હી ન્યારા...”
ભગવાન (ઉપલક્ષણથી નવપદ) નજીક તો બધા નજીક. ભગવાન દૂર તો બધું જ દૂર.
છે જ્યારે કોઈના પ્રત્યે પણ અમૈત્રીભાવ આવે ત્યારે કદી વિચાર આવ્યો : હું ‘મિત્તી સદ્ગમૂહુ' દિવસમાં બે વાર તો બોલું જ છું ?
મૈત્રીની આંખે જીવોને જોવા તે તો મિત્રાદષ્ટિનું, સમ્યક્તથી પણ પહેલાનું લક્ષણ છે. સાધુ તો જીવોને આત્મવત જુએ.
મૈત્રી તો માનવતાનું પહેલું પગથિયું છે.
જે કંઠસ્થ કર્યા વિના વડી દીક્ષા ન થાય એ દશવૈકાલિકમાં તમે શું ભણ્યા છો ?
'सव्वभूअप्पभूअस्स, सम्मं भूआई पासओ ।'
સર્વ જીવોમાં સ્વ જીવને જોનારો સાધુ હોય. તેથી જ સાધુ સર્વભૂતાત્મભૂત કહેવાય.
માગનુસારિતામાં રહેલો માણસ પણ જીવોને મિત્રની આંખે જુએ. સાધુ તો સૌ જીવને આત્મવત્ જુએ. બીજામાં એ પોતાનું જ સ્વરૂપ જૂએ. બીજાની હિંસામાં પોતાની, બીજાના અપમાનમાં પોતાનું જ અપમાન જુએ તે સાધુ.
૦ આ બધું હું મારું વન્નુત્વ બતાવવા નથી કહેતો. આપણે તો માત્ર આ માધ્યમથી સ્વાધ્યાય કરીએ છીએ.
જીવોની સાથે સંબંધ સુધરતાં જ પરમાત્માની સાથે સંબંધ સુધરવા લાગે છે.
નિર્મળતા, સ્થિરતા અને તન્મયતા આ ક્રમ છે. જે જે અનુષ્ઠાનોથી આત્માની નિર્મળતાદિ થાય છે તે અનુષ્ઠાનોમાં ધ્યાન પરોવવું જરૂરી છે.
નિર્મળતાથી : સમ્યગૂ દર્શન. સ્થિરતાથી : સમ્યગૂ જ્ઞાન, અને તન્મયતાથી : સમ્યફ ચારિત્ર મળે છે.
કહે કલાપૂર્ણસૂરિ-૧
* * *
*
* * *
* * * * * *
૦૦૧