________________
નાડ પરથી વૈદ્યને ખબર પડે, લોહી આદિ પરથી ડૉકટરને ખબર પડે તેમ મનની પ્રસન્નતા - અપ્રસન્નતાથી આત્માના આરોગ્યની ખબર પડે.
• ડૉકટર જયચંદજીએ મદ્રાસમાં કહેલું : હવે આપ રૂમમાંથી બહાર નહિ નીકળી શકો.
મેં કહ્યું : “હું નીકળીશ. પ્રતિષ્ઠા પણ કરાવીશ મને પ્રભુ પર વિશ્વાસ છે.”
ડૉકટરે કહ્યું : માપી પ્રસન્નતા રે તો વાત હો મારું ! અને ખરેખર નેલ્લોર - કાકટુરની પ્રતિષ્ઠા મેં કરાવી.
જીવવાની ઈચ્છા ન હોય તેવા દર્દીને ડૉકટર પણ બચાવી શકે નહિ. તરવાની ઈચ્છા ન હોય તેવાને ભગવાન પણ તારી શકે નહિ.
- સમતાપૂર્વક તપ કરો તો બેડો પાર થઈ ગયો સમજો. સમતા, ભક્તિ અને કરુણા તમારા આત્માની નિર્મળતા સૂચવે છે. ભક્તિથી દર્શન, કરુણાથી જ્ઞાન અને સમતાથી ચારિત્ર સૂચિત થાય છે.
કયું તપ નિકાચિત કર્મોને પણ તોડી શકે ? નિષ્કામપણે, નિહેતુકપણે અને દુર્બાન રહિતપણે થાય તે તપ કર્મક્ષય માટે સમર્થ બની શકે. તે નિકાચિત કર્મોના પણ અનુબંધોને તોડી નાખે.
મારી ૨૦૦ ઓળીનું પારણું થશે. માટે આમ થવું જોઈએ કે તેમ થવું જોઈએ.” એવી કોઈ ઈચ્છા તપસ્વીને ન હોય. વિદ્યા, મંત્ર, જાપ, આત્મશક્તિ ઈત્યાદિ જેમ ગુપ્ત રખાય તો જ ફળ મળે તેમ તપ પણ ગુપ્ત રખાય તો જ ફળે.
હું તો કહું છું : દુનિયામાં નામ જામે, કીર્તિ જામે, તે પલિમંથ' છે. પલિમંથ એટલે “વિપ્ન !' લોકોના ઘસારાથી થતા વિદનો છે.
હું તો ત્યાં સુધી કહીશ : અપકીર્તિ તો ખૂબ જ સારી ! અપકીર્તિ થઈ તો લોકોનું આવવાનું બંધ ! લોકોનું આવવાનું બંધ એટલે સાધના ખૂબ જ સારી રીતે થઈ શકે !
એવું કહેવાય છે કે ચિદાનંદજી મહારાજને જો ખબર
૪૫૬
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧