________________
ભગવાન જતાં જ ભય આવે. ભગવાન આવતાં જ ભય ભાગે.
- ચંડકૌશિક, ગોવાળ, સંગમ વગેરે ગમે તે કરી જાય છતાં ભગવાન કાંઈ ન કરે એ કાયરતા કહેવાય કે વીરતા ? દુન્યવી દષ્ટિએ કાયરતા કહેવાય, પણ લોકોત્તર દષ્ટિએ વીરતા કહેવાય. ‘ક્ષમા વીરસર્ચ મૂષUામ્ ' લોકોત્તર સૂત્ર છે.
દુમન પર દયા કરવાનું આ ધર્મ શીખવે છે. - સન્નિપાતના રોગીને તમે દવા આપવા જાવ ને પેલો લાફો મારે તો પણ તમે ગુસ્સો ન કરો. કારણ કે તમે દર્દીની લાચારી સમજો છો.
ભગવાન પણ સંગમ આદિની લાચારી સમજે છે. મોહે સંગમ આદિને પાગલ બનાવ્યા છે. પાગલ પર ગુસ્સો શું ?
આ દૃષ્ટિકોણ નજર સામે રાખીને જીવીએ તો કોઈના પર પણ ગુસ્સો આવે ?
- કોઈના પણ જીવનમાં જ્યારે એવો સંકલ્પ જાગે : હું હવે પાપ નહિ કરું' સમજી લેજો, ભગવાનની કૃપા ઉતરી.
પાપ-અકરણનો વિચાર પ્રભુ-કૃપા વિના આવી જ ન શકે.
૦ સમ્યક્ત મળતાં પ્રશમનું સુખ મળે છે, તેમ દુ:ખ, દુ:ખી જીવોને જોઈ થતું દુઃખ પણ વધે છે. “આ બિચારા ક્યારે ધર્મ પાળશે ? ક્યારે સુખી બનશે ? એવા વિચારથી સમ્યષ્ટિ દુ:ખી હોય છે.
નવપદનું વર્ણન તો તમે સાંભળ્યું, પણ નવપદમાં સ્થાન મેળવવાનું મન થયું ? નવપદની આરાધનાનું મન થયું ?
૦ નવપદની આરાધનાથી કર્મ ખપ્યા કે નહિ ? તે શી રીતે ખબર પડે ? કર્મ ઓછા થવાની નિશાની કષાય-હુાસ છે. કષાયો ઘટતા જાય, આવેશ મંદ પડતો જાય, મન પ્રસન્ન રહે, એ કર્મો ઘસ્યા તેની નિશાની છે.
ખેદ, અંકલેશ, ગુસ્સો, આવેશ, વિહ્વળતા વગેરે વધતા રહે તેમ સમજવું : કર્મ વધી રહ્યા છે.
કલેશે વાસિત મન સંસાર...' - ઉપા. યશોવિ.
કહે કલાપૂર્ણસૂરિ-૧
*
*
*
*
*
* * * * *
૪૫૫