________________
જીવનનું લક્ષ્ય પરમાત્મ-પદ બની ગયું હોય, પ્રભુ પર પ્રેમ જાગ્યો હોય તો નવપદો આમાં અત્યંત સહાયક છે. જેને આપણે પ્રેમ કરીએ છીએ તે પ્રભુ પરિવાર સહિત આ નવપદમાં છે.
જે મોક્ષમાં જવું છે તે સિદ્ધો અહીં (નવપદમાં) છે. જે બનીને સાધના કરવી છે તે સાધુ આદિ આમાં છે, જેની આપણે સાધના કરવી છે તે દર્શન, જ્ઞાન, ચારિત્ર તપ અહીં
હવે જોઈએ શું ? નવપદની દોસ્તી ગમશે ?
આપણે તો ચોર ડાકુ જેવા વિષય-કષાયો સાથે દોસ્તી કરી બેઠા છીએ. એ દોસ્તીના કારણે ભૂતકાળમાં ઘણીવાર નરક-નિગોદની મુસાફરી કરી છે. હજુ પણ એ દોસ્તી નહિ છોડીએ તો એ જ આપણું ભવિષ્ય છે.
એ ડાકુઓના નિવારણ માટે કોઈ (ગુરુ આદિ) સમજાવે તો આપણે તેના પર ગુસ્સે થઈ જઈએ છીએ.
જે ભલું નવપદોએ કર્યું છે કે કરશે તે કોઈ નહિ કરી શકે. જે ભુંડું વિષય-કષાયોએ કર્યું છે તે કોઈ નહિ કરી શકે. કોની દોસ્તી કરવી છે તે આપણે વિચારવાનું છે.
પ્રશ્ન : આ દિવસોમાં અસજઝાય શા માટે ?
ઉત્તર : નવપદની આરાધના બરાબર થઈ શકે માટે. મંત્રાદિનો જાપ બરાબર થઈ શકે માટે, એમ સમજી લો.
ગુરુ પાસે કલાક બગાડ્યો ન કહેવાય. એ એકાદ કલાકમાં અનુભવની અનેક વાતો જાણવા મળશે, જે બીજે ક્યાંયથી નહિ મળે, નવપદોની આરાધનામાં ટાઈમ બગડ્યો ન કહેવાય. એ જ આરાધનામાં જીવનની સફળતા છે.
* પ્રભુ મનમાં હોય તો તેને ચંચળ બનાવનાર એક પણ તત્ત્વ અંદર પેસી શકે નહિ. સિંહ બેઠો હોય તે ગુફામાં શિયાલ આદિની શી તાકાત છે કે પ્રવેશ કરી શકે ?
આપણી હૃદય ગુફામાં સિંહ સમ ભગવાન બેઠા રહે તો આપણે નિર્ભય ! ભગવાન જતા રહે તો આપણે ભયભીત !
૪૫૪
*
*
*
*
*
*
*
*
*
* * કહે